બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The number plate of the vehicle was covered with mud or dust, finally arrested by police
Kiran
Last Updated: 04:59 PM, 27 September 2021
ADVERTISEMENT
વલસાડ જિલ્લામાં પોલીસની પક્કડમાં ઉભો આ શખ્સ હાલ મોંઢું છુપાવીને ઉભો રહ્યો છે પરતું મોઢું છુપવાથી ઈજ્જત પાછી નહીં મળે ભીલાડ પોલીસે એવો એક નબીરાને ઝડપી પાડ્યો છે. જે પેટ્રોલ પંપ પર ગાડીમાં ટાંકી ફુલ કરાવીને પૈસા આપ્યા વિના જ પેટ્રોલ પંપ સંચાલકોને ચૂંનો લગાડીને ફરાર થઈ જતો હતો. મહારાષ્ટ્રમાં એક પેટ્રોલ પંપ પર આવી જ રીતે છેતરપિંડી કરી અને ફરાર થઈ જતા પેટ્રોલ પંપ સંચાલકો પીછો કર્યો હતા અને પોલીસને જાણ કરી હતી જે બાદ ભીલાડ પોલીસે પીછો કરી નાકાબંધી કરીને આરોપીને દબોચી લીધો હતો.
ADVERTISEMENT
નબીરો ગાડીની ટાંકી ફૂલ કરાવી રફ્ફુ ચક્કર થઈ જતો
વલસાડની ભીલાડ પોલીસ સ્ટેશનમાં પોતાનું મોઢું સંતાડતો આ ઈસમ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા નો ધવલ જાડેજા નામનો આ નબીરો સારા સુખી સંકલન સંપન્ન પરિવારમાંથી આવે છે. જોકે હરવા-ફરવા અને મોજશોખથી ટેવાયેલો આ નબીરો મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે અને જો કે ગાડીમાં ડીઝલ ભરાવવા જતા તે અનેક પેટ્રોલ પંપ સંચાલકોને ચૂનો લગાડતો,
પોલીસે નબીરાને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આ નબીરો પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરવા જાય એ પહેલાં ગાડીની નંબર પ્લેટ પર કપડું ઢાંકી અને છુપાવી દેતો હતો ત્યાર બાદ પેટ્રોલ પંપો પર ગાડી ડીઝલની ટાંકી ફુલ કરાવી તે પૈસા આપ્યા વિના જ ફરાર થઈ જતો હતો. અત્યાર સુધી ધવલ જાડેજાએ નવ થી વધારે પેટ્રોલ પંપો પર આવી રીતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ગાડીમાં ડીઝલ પુરાવ્યું છે, જો કે આજે તે પોલીસ પક્કડમાં આવી ગયો છે ભીલાડ પોલીસે આ નબીરાને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે.
પરિવારની આબરૂની ધૂણ ધણી કરી નાંખી
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ગાડી ની ટાંકી ફુલ કરાવી અને ફરાર થઈ જતો આ શખ્સો સુખી-સંપન્ન પરિવારનો હોવાનું લાગી રહ્યું છે, પેટ્રોલ પંપ સંચાલકો સાથે છેતરપિંડી કરતા આ શખ્સની ધરપકડ થતા પેટ્રોલ પંપના સંચાલકો સહિત પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે મહત્વનું છે કે મોજશોધ માટે ખોટા રસ્તે ચડી ગયેલા યુવાનો ખોટું કામ કરતા પણ ખચકાતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT