બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The NRI family of Bardoli met with an accident on the Surat-Mumbai National Highway
Malay
Last Updated: 11:44 AM, 31 January 2023
ADVERTISEMENT
સુરત-મુંબઇ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે. મૂળ બારડોલીના બે NRIને મુંબઇ એરપોર્ટ ઉપર મુકવા જઇ રહેલી સ્કોડા કારને ગંભીર અકસ્માત નડતા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજતાં બારડોલીમાં ગમગીની છવાઈ છે.
કાસા ગામની સીમમાં સર્જાયો અકસ્માત
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત-મુંબઇ નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રના ચારોટી જંકશન નજીક કાસા ગામની સીમમાં આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થયાની જાણ થતાં જ કાસા ગામના લાકો બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ઘાયલને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
ADVERTISEMENT
मुंबई-अहमदाबाद हाईवे पर भीषण सड़क हादसा हुआ है। हाईवे पर पालघर जिला के दहानू इलाके में एक कार और लक्जरी बस के बीच टक्कर हो गई, हादसे में 4 लोगों की मौके पर ही मौत हुई है: पालघर पुलिस pic.twitter.com/380wJBI7Hg
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023
કારમાં સવાર ચારેય મુસાફરો બારડોલીના રહેવાસી
બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં સવાર ચારેય મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી છે. કાર મુંબઈ તરફ જઈ રહી હતી અને ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો
મુંબઈ એરપોર્ટ જઈ રહ્યો હતો NRI પરિવાર
એવું કહેવામાં આવી રહ્યું છે કે, NRI ઇબ્રાહિમ દાઉદ અને આશિયા કલેક્ટર બારડોલીમાં પરિવારને મળીને લંડન પરત જઈ રહ્યા હતા. તેમને તેમના સંબંધી ઇસ્માઇલ મહંમદ દેસાઈ અને મહંમદ સલામ હાફેજી સ્કોડા કારમાં બાય રોડ મુંબઈ એરપોર્ટ મુકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સવારના 4 વાગ્યાના આસપાસના સમયે તેઓની સ્કોડા કાર બસ સાથે અથડાતા કારમાં સવાર ચારે ચારનાં ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યા હતા. હાલ ચારેયના મૃતકોની પી.એમ સહિત કાનૂની પ્રક્રિયા કરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.