બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The new expensive car has not yet come home and such a collision! The video went viral

વાયરલ વિડીયો / હજુ તો નવી નક્કોર મોંઘી કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર! ખૂબ વાયરલ થયો વીડિયો

Vaidehi

Last Updated: 02:56 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે અપલોડ થયો ત્યારથી, વિડીયોને 622,000 થી વધુ વ્યૂઝ અને 13,000 થી વધુ લાઈક્સ મળી છે.

  • કારનો વિડીયો વાયરલ
  • કારની સ્પીડ જોઈ તમે પણ હસવાનું રોકી શકશો નહીં
  • સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે જોરદાર સ્પ્રેડ

કારના વિડીયો એ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ 

ઈન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક તદ્દન નવી કારનો અકસ્માત થતો જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિએ ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો છે.  વિડીયોમાં એક માણસ મુખ્ય ગેટને ધક્કો મારતો દેખાય છે, જે હાઉસિંગ કોમ્પ્લેક્સ હોવાનું જણાય છે. થોડીવાર પછી, એક તદ્દન નવી કાર ત્યાં પાર્ક કરેલી બાઇકને ટક્કર મારતી જોવા મળે છે. આગળના ભાગમાં માળાથી શણગારેલી નવી કાર પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈ જાય છે. વીડિયોના અંતમાં, પહેલેથી જ હાજર એક વ્યક્તિ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડની સાથે ડ્રાઈવરની મદદ માટે દોડતી જોઈ શકાય છે.

 

 

ક્યાંનો છે વાયરલ વિડીયો ?

નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું કે આ ઘટના મુંબઈમાં બની હતી. ફૂટેજમાં દેખાતી તારીખ અનુસાર, અકસ્માત 6 ઓક્ટોબરના રોજ થયો હતો. આ વિડીયો અપલોડ થયો ત્યારથી આ વિડીયોને 6,22,000થી વધુ વ્યૂઝ અને 13,000 થી વધુ લાઈક્સ મળી છે. ઈન્ટરનેટ વપરાશકર્તાઓ વિવિધ પ્રતિક્રિયાઓ સાથે કમેન્ટ વિભાગ છલકાઇ ગયો હતો. જ્યારે કેટલાકે અકસ્માતને "દુ:ખદ" ગણાવ્યો, તો ઘણાએ અકસ્માત કેવી રીતે થયો હશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો.

લોકોએ શું કહ્યું ?

એક યુઝરે લખ્યું, "આટલું ઉષ્માભર્યું સ્વાગત અત્યાર સુધી ક્યારેય જોયું નથી." બીજાએ કહ્યું, "બ્રેક દબાવવાને બદલે અને સ્ટિયરિંગ સીધું કરવાને બદલે, ડ્રાઈવર ગભરાઈ ગયો, સ્ટિયરિંગ પકડીને એક્સિલરેટર દબાવી દીધુ લાગે છે!"

" ચોથા  યુઝરે લખ્યું કહ્યું, "મને ખબર હતી કે જે ક્ષણે તીવ્ર વળાંક લેવામાં આવ્યો હતો. તે સારી રીતે અટકશે નહીં. સદનસીબે આસપાસ કોઈ નહોતું."


 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News India Video Video viral ગુજરાતી ન્યૂઝ વાયરલ વિડીયો સોશિયલ મીડિયા Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ