The name of the next DyCM is almost decided, BJP's eye is now on this important post: Sources
બિહાર /
આગામી DyCM ના નામ લગભગ નક્કી, ભાજપની નજર હવે આ મહત્વના પદ પર : સૂત્રો
Team VTV08:02 PM, 15 Nov 20
| Updated: 08:07 PM, 15 Nov 20
બિહારમાં, આગામી નાયબ મુખ્યમંત્રી કોણ હશે તે વિશેની તસ્વીર લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે, સૂત્રોનું કહેવું છે કે હાલમાં જ ભાજપના વિધાનસભા દળના નેતા અને ઉપનેતા તરીકે ચૂંટાયેલા તારકિશોર અને રેણુંદેવી જ આગામી નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હશે, જો કે સૂત્રોનું માનીએ તો ભાજપે હવે વધુ એક પદની ડિમાન્ડ કરી છે.
બિહારમાં હોઈ શકે છે બે નાયબ મુખ્યમંત્રી
તારકિશોર પ્રસાદ અને રેણુંદેવીના નામ પર લાગી શકે છે ફાઇનલ મહોર
ભાજપની હવે વિધાનસભા સ્પીકર પદ પર છે નજર : સૂત્રો
બિહારમાં આગામી સરકાર રચનાની તસવીર હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. NDA ના ધારાસભ્ય દળની મળેલી બેઠકમાં ઔપચારિક રીતે નીતિશ કુમાર ને NDA ના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે અને તેમણે રાજ્યપાલ સાથે મળીને સરકાર રચવાનો દાવો પણ કરી દીધો છે, જો કે નાયબ મુખ્યમંત્રી પદ અંગે સસ્પેન્સ યથાવત હતું, પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર હવે તારકિશોર અને રેણુંદેવીના નામ DyCM પદે નક્કી છે, જો કે તેની ઘોષણા કરવાની હજુ બાકી છે.
હું જવાબદારી નિભાવીશ : રેણુંદેવી
એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં રેણુ દેવીએ કહ્યું કે હું પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારી નિભાવીશ. પાર્ટીએ એક કાર્યકરને જવાબદારી સોંપી છે. કાર્યકરને જ્યાં મૂકશે ત્યાં કામ કરીશું. જો કે જ્યારે રેણુ દેવીને ડેપ્યુટી સીએમ પદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મને આ વિશે કંઇ ખબર નથી.તે જ સમયે, તારકિશોર પ્રસાદે પણ ડેપ્યુટી સીએમ પદ વિશે કશું કહ્યું નથી. તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા તેમને અપાયેલી જવાબદારી તેઓ પૂરી કરશે. તેઓ નીતિશ કુમારના નેતૃત્વમાં કામ કરશે
નીતીશ કુમારે દાવો રજૂ કર્યો
મહત્વ નું છે કે રવિવારે નીતિશ કુમાર એકલા રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળવા ગયા હતા અને એકલા સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જ્યારે 2005 થી સુશીલ મોદી તેમની સાથે રાજ્યપાલને મળવા જઇ રહ્યા હતા અને બંને મળીને સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા હતા.
भाजपा एवं संघ परिवार ने मुझे ४० वर्षों के राजनीतिक जीवन में इतना दिया की शायद किसी दूसरे को नहीं मिला होगा।आगे भी जो ज़िम्मेवारी मिलेगी उसका निर्वहन करूँगा।कार्यकर्ता का पद तो कोई छीन नहीं सकता।
કાર્યકર્તાનું પદ કોઈ છીનવી લેતું નથી, ભાજપે ઘણું આપ્યું છે : સુશીલ મોદી
અગાઉ બિહારના DyCM રહેલા સુશીલ કુમાર મોદીએ તારકિશોરને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સુશીલ મોદીએ કહ્યું છે કે ભાજપ અને સંઘ પરિવારે રાજકીય જીવનના 40 વર્ષમાં મને એટલું બધું આપ્યું હતું કે કદાચ બીજું કોઈ મળ્યું ન હોત. ભવિષ્યમાં પણ જે જવાબદારી આપવામાં આવશે તે હું નિભાવીશ. કોઈ પણ કાર્યકરનું પદ છીનવી શકે નહીં."
ભાજપની હવે સ્પીકર પદ પર નજર
સૂત્રોનું માનીએ તો ભાજપની નજર હવે બિહાર વિધાનસભાના સ્પીકર પદ પર પણ છે, મહત્વનું છે કે વિધાનસભાના સ્પીકર પદનું પણ ઘણું મહત્વ હોય છે, જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે કે બહુમતી માટે ફ્લોર ટેસ્ટનું આયોજન કરવું પડે તેવા સમયમાં સ્પીકર પદનું મહત્વ વધી જાય છે, નોંધનીય છે કે હાલમાં NDA સરકાર માત્ર ત્રણ સભ્યોની પાતળી બહુમતી પર ટકેલી છે, એવામાં ભાજપની નજર મહાગઠબંધન કે અન્યમાંથી વધુ ધારાસભ્યોને પોતાની તરફ કરવાની રહેશે, જેથી સરકારના અસ્તિત્વ પર સંકટ ન આવે.
જોકે મહત્વ નું છે કે મહાગઠબંધન પણ NDA ના સાથી HAM અને VIP એ ટેકાના બદલામાં સારા પ્રધાન પદની ઓફર આપી ચૂક્યું છે, એવા સમયમાં ભાજપ ને ડર હશે કે તેજસ્વી NDA માં તોડફોડ કરી શકે છે, તેથી તે ઈચ્છશે કે સ્પીકર પદ પર તેનો માણસ હોય તો સરકાર ટકાવવામાં સફળતા રહેશે અને સરકારની સાથે વિધાનસભાનું કંટ્રોલ પણ તેની પાસે રહેશે.