બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The name of the new team of IPL 2022 Ahmedabad created a ruckus on social media

IPL 2022 / નવી અમદાવાદની ટીમના નામને લઈને સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા, અનેક એજન્સીઓ કામે લાગી

Khyati

Last Updated: 07:05 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ipl 2022ની ટીમમાં અમદાવાદની ટીમનું શું રાખવુ તેને લઇને ચર્ચાઓ શરુ, નામ નક્કી કરવા માટે ખાસ એજન્સીને સોંપાયુ કામ

  • IPL 2022 માટે અમદાવાદનું નામ શું રાખવુ
  • અમદાવાદની ટીમના નામને લઇને ચર્ચાઓ શરુ
  • ખાસ એજન્સીને નામ શોધવા સોંપાયુ છે કામ

લખનૌ IPL ટીમે સોમવારે સત્તાવાર રીત પોતાની ટીમનું નામ જાહેર કર્યું.લખનૌ સુપર જાયન્ટ્સના રુપમાં પોતાના ટીમના નામની ઘોષણા કરી છે. હવે અમદાવાદ તેની IPL ટીમ માટે યોગ્ય નામ મેળવવા માટે તલપાપડ થઇ રહી છે. ટીમનું નામ નક્કી કરવા માટે અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ અનેક એજન્સીઓને આ માટે કામે લગાડી છે. એટલુ જ નહી અમદાવાદની ટીમે તેની ઓળખને અંતિમ રુપ આપવા માટે વિશેષ એજન્સીની મદદ લીધી છે.

નામ શોધવા આ એજન્સીને સોંપ્યુ કામ

CVC સમર્થિત ટીમે તેમની બ્રાંડ ઓળખને અંતિમ સ્વરૂપ આપવા માટે સર્જનાત્મક એજન્સી  VECTORને હાયર કરી છે. મળતી માહિતી મુજબ, એજન્સી હાલમાં અમદાવાદની IPL ટીમનું નામ ફાઇનલ કરવાનું કામ કરી રહી છે. આ એજન્સી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે નામ સીવીસીની પ્રતિષ્ઠા, વારસો અને ટીમ માટેના વિઝન સાથે મેળ ખાતું હોવું જોઈએ.

આ નામ પર કરી રહ્યા છે વિચાર

અમેરિકન ફર્મે RSB Insights & Analytics નામની એક કંપની પણ હાયર કરી છે, જે ગુજરાતી લોકો પાસેથી અનેક સૂચનો એકત્રિત કરી રહી છે. આ તમામ પ્રયાસો તેમને અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝીના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં મદદ કરશે. ઉપરાંત, થોડા દિવસો પહેલા, એવા અહેવાલ આવ્યા હતા કે અમદાવાદ ફ્રેન્ચાઇઝી તેની ટીમના નામ માટે 'ગુજરાતી હેરિટેજ' પર વિચાર કરી રહી છે

3 ખેલાડીઓના નામ કર્યા છે જાહેર

CVC પાર્ટનર્સ દ્વારા સમર્થિત ટીમે હજી સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની હાજરીનો અનુભવ કરાવ્યો નથી અને ટૂંક સમયમાં જ તે પ્રશંસકો સાથે સંલગ્ન થવાનું શરૂ કરશે. લખનૌની જેમ અમદાવાદે પણ તેના 3 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. અમદાવાદની ટીમ તરફથી હાર્દિક પંડ્યા (15 કરોડ), રાશિદ ખાન (15 કરોડ) અને શુભમન ગિલને (8 કરોડ)કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત સ્થિત ટીમે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાને કોચિંગ ડિરેક્ટર તરીકે અને ભૂતપૂર્વ ભારતીય કોચ ગેરી કર્સ્ટનને ટીમ મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2022 ahmedabad ahmedabad team અમદાવાદ ટીમ આઇપીએલ IPL2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ