the name of a station of london is written in bengali
ગૌરવ /
દુનિયામાં વધી ભારતની શાન! લંડનનાં એક રેલવે સ્ટેશનનું નામ ભારતીય ભાષામાં, CMએ પણ કર્યું ટ્વીટ
Team VTV02:44 PM, 14 Mar 22
| Updated: 03:41 PM, 14 Mar 22
લંડનનાં ટ્યૂબ રેલ પ્રોજેક્ટનાં વ્હાઈટચેપલ સ્ટેશનની ઓળખાણ જણાવવા માટે હવે સાઈનબોર્ડમાં અંગ્રેજી ભાષા સાથે બંગાળી ભાષામાં પણ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું છે.જાણો વિગતવાર
નવા ભારતની તસવીર
લંડનનાં સ્ટેશનનું નામ બંગાળીમાં
દુનિયામાં ભારતનો દબદબો
નવા ભારતની તસવીર
નવા ભારતનો દબદબો આજે આખી દુનિયામાં જોવા મળે છે. લગભગ 100 વર્ષ બાદ દુનિયામાં મહામારી હોય કે રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા ટેન્શન હોય, ભારતનો જાદૂ દુનિયામાં ફેલાયેલો છે. લંડનમાં કંઈક એવું બન્યું છે કે જેની ગૂંજ હિન્દુસ્તાનનાં લોકોને ગૌરવ આપાવી રહી છે.
લંડનનાં સ્ટેશનનું નામ બંગાળી ભાષામાં
લંડનનાં ટ્યૂબ રેલ પ્રોજેક્ટનાં વ્હાઈટચેપલ સ્ટેશનની ઓળખાણ જણાવવા માટે હવે સાઈનબોર્ડમાં અંગ્રેજી ભાષા સાથે બંગાળી ભાષામાં પણ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું છે. આ બાબતની ચર્ચાઓ હવે ભારતઠ લઈને બાંગ્લાદેશમાં થઇ રહી છે. આ વિષે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરીને ખુશી જતાવી છે. પોતાના ટ્વીટમાં તેઓ લખે છે કે લંડનનાં સંચાલકોએ જે નિર્ણય લીધો છે , તેના પર તેમણે ગર્વ છે. આથી ખ્યાલ આવે છે કે દુનિયામાં લગભગ એક હજાર વર્ષ જુની ભાષાનો દબદબો અને મહત્વ વધ્યા છે.
Proud to note that the London Tube Rail has accepted Bengali as a language of signage at Whitechapel Station, signifying the increasing global importance & strength of the 1000-year old language Bengali. (1/2)
બાંગ્લાદેશનાં મંત્રીએ પણ જતાવી ખુશી
બાંગ્લાદેશનાં કેબીનેટ મિનિસ્ટર જુનેદ અહમદે પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ બાબતની તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટ પણ કર્યું છે. જ્યારે શહેરનાં મેયર જોન બીગ્સે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે વ્હાઈટ ચેપલ સ્ટેશન પર હવે અંગ્રેજી અને બંગાળી બંને ભાષાઓમાં દ્વિભાષી સંકેતો જોઇને અત્યંત ખુશી થઇ. વ્હાઈટચેપલ સ્ટેશન આ જ નામની એક સ્ટ્રીટ માર્કેટની પાછળ અને રોયલ લડન દવાખાનાની સામે જ સ્થિત છે.