બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવસારીમાં આશાપુરી માનું પૌરાણિક ધામ, મંદિરમાં હાજરાહજૂર માતાજીએ પુર્યા અનેક ચમત્કારિક પરચા
Last Updated: 06:30 AM, 19 February 2025
નવસારી શહેરની મધ્યમાં આશાપુરી માતાજીનું મંદિર આવેલુ છે. આશાપુરી મંદિર વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતુ ગાયકવાડ રાજાના રજવાડા સમયનુ 400 વર્ષ પૌરાણિક આશાપુરી માતાનું ધામ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પ્રેમ શ્રદ્ધા અને આસ્થાનુ પ્રતિક એટલે માં આશાપુરી. લગભગ ત્રણસો અઠ્યાસી વર્ષ પૌરાણિક ઐતિહાસિક આશાપુરી માં નુ મંદિર. વિશેષ ઐતિહાસિક મહત્વ અને વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતુ ગાયકવાડ રાજાના સમયનુ પૌરાણિક આશાપુરી માતાનુ મંદિર દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં આવેલુ છે. નાના દેશી રજવાડાઓથી ચાલતા બરોડા રાજ્યના ભાગ તરીકે નવસારી શહેરને વિકસાવવામા આવ્યુ હતુ જેમા રજવાડાઓની આશા પુર્ણ કરનારુ અને આસ્થાનુ પ્રતિક બની ગયેલુ આશાપુરી માતાનુ પવિત્ર યાત્રાસ્થળ બની ગયુ છે. ત્રિવેણી સંગમ ધરાવતુ આશાપુરી માતાનુ ધામ લોકો માટે એક અનોખુ ધામ છે. ગાયકવાડ રાજાને સ્વપ્નમાં આવીને માતાજીએ પોતે આ સ્થળે હાજરાહજૂર હોવાની વાત કહીને ચમત્કારિક પરચો આપ્યો હતો.
ADVERTISEMENT
ઐતિહાસિક મહત્વ ધરાવતુ મંદિર
દક્ષિણ ગુજરાતનુ એકમાત્ર મંદિર છે જે હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓના બિલમાં રાહત અને ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકનુ વિતરણ કરે છે. વર્ષ દરમ્યાન મંદિરમાં બે મોટા ઉત્સવ કરવામાંઆવે છે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી, નવરાત્રીની નોમના દિવસે મોટો હવન કરવામાં આવે છે હવનમાં નવસારી આજુબાજુના શહેરો અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોનુ ઘોડાપુર દર્શન કરવા ઉમટી પડે છે. શહેરના મધ્યે આવેલુ આશાપુરી માતાનુ મંદિર શહેરમાં એક જમાનામાં મોટા મંદિર તરીકે ઓળખાતુ હતુ. રજવાડાઓના સમયથી ભક્તોની રક્ષા કરતી માં આશાપુરીના દર્શને ભાવિકોની આસ્થા અને શ્રધ્ધા અતૂટ છે. દુખિયાના દુખ હરતી માં આશાપુરી સર્વભક્તજનો નો સહારો છે. પોતાના કામ અને વ્યવસાય અર્થે જતાં પહેલા નવસારીવાસીઓનો આશાપુરી માં ના દર્શન કરવાનો નિત્યક્રમ છે, આશાપુરીમાતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા એવા પણ ભક્તો છે જે વર્ષો પહેલા નવસારીમાં સ્થાઈ થયેલા હોય અને ત્યારથી જ માતાના મંદિરે નિયમિત શીશ ઝુકાવી માં ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર
કોઈપણ મંદિરમાં માતાજીની પ્રતિમાની સાથે બીજા કોઈ દેવીદેવતાઓની મુર્તિઓ ભાગ્યેજ જોવા મળતી હોય છે, નવસારી શહેરના આશાપુરી માતાના પૌરાણિક ધામ આશાપુરી મંદિરમાં માતાની પ્રતિમા સાથે શિવપુત્ર અને સર્વે દેવોમાં પ્રથમ પુજાનાર ગણેશજી તથા માતાની કુપાદ્રષ્ટિ પામેલા માતાના ભક્ત ગણાતા માર્કેન્ડેય રુષિની સંયુક્ત પ્રતિમાઓ બિરાજમાન છે. દરેક કુટુંબના અલગ અલગ કુળદેવીઓ હોય છે તેવીજરીતે દરેક શહેર કે જિલ્લાના પણ માતાજી હોય છે ત્યારે 400 વર્ષથી નવસારી શહેરના માતાજી માં આશાપુરી એ તમામ નગરજનોની દુઃખ દૂર કરનારી માં બન્યા છે ત્યારે અન્ય શ્રદ્ધાળુઓ માટે પણ અકસીર ફળ આપનારી મા નુ ધામ ખરેખર મોક્ષ આપનારું બન્યું છે.
નવરાત્રિ થાય છે મા આશાપુરીની વિશેષ પુજાઅર્ચના
નવરાત્રિમાં માતાજીની વિશેષ પુજાઅર્ચના કરવામાં આવે છે અને માતાજીને રીઝવીને ભક્તો મનોવાંછીત ફળ મેળવે છે. સમગ્ર વર્ષ માતાજીની આરાધના કરતા ભાવિકો પોતાની મનોકામના પુરી કરવા જોજનો દૂરથી નવરાત્રીમાં માતાજીના દર્શન કરી, ધન્યતાનો અનુભવ કરી નવી શકિતનો સંચાર કરે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત અને અનેય રાજ્યો માટે માથું ટેકવાનું પવિત્ર ધામ બનેલ આશાપુરી કરનાર આશાપુરી માતાજીના શ્રધ્ધાળુઓના ધસારા ને લઈને મંદિરમાં અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવીછે અને આશાપુરી માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો, બદલાતા જમાનાની આધુનિકતા અને નાસ્તિકતા તરફ પ્રયાણ કરી રહેલા મનુષ્યના દિલમાં આજે પણ શ્રધ્ધા અને ભક્તિ કાયમ છે એજ ભક્તની ભક્તિ છે.
વધુ વાંચોઃ પાલનપુરમાં બિરાજમાન પાતાળેશ્વર મહાદેવ, વાવ ખોદતા મળ્યું શિવલિંગ, રાણીને પૂર્યા હતા પરચા
આશાપુરી મા ના દર્શને ભાવિકોનુ ઘોડાપુર ઉમટે છે
માતાજીના પરચાઓની બોલ બાલાઓ તો શહેરો અને રાજ્યોમાં છે, એમા ઉત્તરો ઉત્તર વધારો થઈ ગયો રહ્યો છે આશાપુરી મા ના દર્શને ભાવિકોનુ ઘોડાપુર ઉમટે છે અને તમામ ભક્તો પોતાની ઝોળી ભરીને જ જાય છે, દરેક ભક્તોની શ્રદ્ધા અનુસાર માતાજી પ્રસાદ આપી કોઈને પણ નિરાશ કરતા નથી. વિવિધ દંતકથાઓ સાથે ઐતિહાસિક મહત્વ ધરાવતા આશાપુરી માતાજીના જીર્ણોદાર માટે માતાજી સમક્ષ ચિટ્ઠી મુકવામાં આવી હતી પણ માતાજીની પરવાનગી ના મળતા ગર્ભગૃહ સિવાય મંદિર બહારનો જ જીર્ણોદ્દાર કરવામાં આવ્યો છે, વર્ષોથી ભક્તોની આશા પુરી કરતી માં આશાપુરી સમગ્ર દેશના લોકોની આસ્થાનુ કેન્દ્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.