The mysterious stories of Garuda Purana to be brought to life, if you tie a knot in your mind from today, you will not be defeated sometimes!
માન્યતા /
જીવનમાં ઉતારવા જેવી ગરુડ પુરાણની રહસ્યમય વાતો, આજથી મનમાં ગાંઠ બાંધી લેશો તો નહીં થાઓ ક્યારેક પરાજય!
Team VTV10:30 AM, 03 Feb 23
| Updated: 10:33 AM, 03 Feb 23
ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે, જેમાં સ્વર્ગ, નરક, પાપ અને પુણ્યની સાથે વિજ્ઞાન, નીતિશાસ્ત્ર, નિયમો, જ્ઞાન અને ધર્મ પણ જણાવવામાં આવ્યા છે.
ગરુડ પુરાણમાં જીવન સાથે જોડાયેલી ઘણી રહસ્યમય વાતો કહેવામાં આવી છે
ગરુડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ અને પુણ્ય વિશે વાત કરવામાં આવી છે
ગરુડ પુરાણમાં મૃત્યુનું રહસ્ય પણ કહેવામાં આવે છે
હિન્દુ ધર્મના બધા 18 મહાપુરાણોમાં ગરુડ પુરાણનુ અલગ મહત્વ છે. જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચે વાતચીતનુ વર્ણન છે. આમ તો ગરુડ પુરાણ હિન્દુ ધર્મમાં કોઈની મૃત્યુ થયા બાદ વાંચવામાં આવે છે, પરંતુ તેમાં અમુક વાતો માણસના જીવન સાથે વધુ સંબંધિત છે. ગરુડ પુરાણમાં જીવન સાથે જોડાયેલી ઘણી રહસ્યમય વાતો પણ જણાવવામાં આવી છે, જેના વિશે દરેક વ્યક્તિએ જાણવું જ જોઈએ. ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે, જેમાં સ્વર્ગ, નરક, પાપ અને પુણ્યની સાથે વિજ્ઞાન, નીતિશાસ્ત્ર, નિયમો, જ્ઞાન અને ધર્મ પણ જણાવવામાં આવ્યા છે.
ગરુડ પુરાણમાં એક તરફ જ્યાં મૃત્યુનું રહસ્ય કહેવામાં આવે છે તો બીજી તરફ જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યો પણ જણાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ અને તેમના જ્ઞાન અને ઉપદેશો પર આધારિત છે અને અમે આજે તમને ગરુડ પુરાણની જીવન સાથે જોડાયેલી રહસ્યમય વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જ્ઞાન અને અભ્યાસ:
જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં જ્ઞાનની સાથે અભ્યાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે જો તમે કંઈપણ અભ્યાસ ન કરો તો જ્ઞાન ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે. એટલા માંતે જ અભ્યાસ કરનારને જ્ઞાની કહેવાય છે. આ સંદર્ભમાં મહાન કવિ વૃંદનું એક દોહો પ્રચલિત છે.
करत-करत अभ्यास के, जड़मति होत सुजान।
रसरी आवत जात तें, सिल पर परत निसान।।
તેનો અર્થ એ છે કે જ્યારે પથ્થર પર દોરડું વારંવાર ઘસવામાં આવે છે, ત્યારે પથ્થર પર પણ નિશાન બની જાય છે આવે છે. આવા સતત અભ્યાસથી મૂર્ખ પણ બુદ્ધિશાળી બની શકે છે.
એકાદશી વ્રતના નિયમોઃ
હિન્દુ ધર્મમાં એકાદશીના ઉપવાસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પણ ગરુડ પુરાણમાં એકાદશી વ્રતના મહત્વની સાથે તેના નિયમો પણ સમજાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ પ્રમાણે એકાદશી વ્રત દરમિયાન માત્ર એક કલાક માટે જ ફળ ખાવા જોઈએ અને આ દિવસે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ, જો આ નિયમનું પાલન કરવામાં આવે તો જ આ વ્રતનું ફળ મળે છે.
સ્વચ્છ અને સુગંધિત કપડાઃ
ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ ગંદા કપડા પહેરે છે તે પોતાનું સૌભાગ્ય ગુમાવી શકે છે. ગરુડ પુરાણ મુજબ આવા લોકો પર ક્યારેય મા લક્ષ્મીની કૃપા નથી થતી અને સફળ અને ધનવાન બનવા માટે જે વ્યક્તિ હંમેશા સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરે છે તે તમામ સુખ-સુવિધાઓથી સંપન્ન થાય છે.
તુલસીનું મહત્વ :
આપણે બધા જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં તુલસી પૂજાનું મહત્વ છે અને ગરુડ પુરાણમાં તુલસીના મહત્વ વિશે કહેવામાં આવ્યું છે કે તુલસીનું નિયમિત સેવન કરવાથી રોગોથી છુટકારો મળે છે. આ સાથે શારીરિક અને માનસિક વિકૃતિઓ પણ દૂર થાય છે. જણાવી દઈએ કે વિષ્ણુજીની પૂજામાં તુલસી અર્પિત કર્યા પછી તેનું પ્રસાદ તરીકે સેવન કરવું જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ સાથે જ જણાવી દઈએ કે vtvgujarati.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.