The most needed item for vaccine in the world including India will be made in Gujarat
કોરોના રસી /
ભારત સહિત વિશ્વભરમાં વૅક્સિન માટે સૌથી જરૂરી એવી આ વસ્તુ ગુજરાતમાં બનશે
Team VTV06:24 PM, 28 Nov 20
| Updated: 06:29 PM, 28 Nov 20
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રસી સામે તૈયાર કરવામાં આવી રહેલી રસી લાવવા જરૂરી પગલાં લેવાનું શરૂ કર્યું છે. પીએમ મોદીએ લક્ઝમબર્ગના વડા પ્રધાનની રસી માટે રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવને સ્વીકાર્યો છે.
પીએમ મોદીએ લક્ઝમબર્ગના પ્રસ્તાવને સ્વીકારી લીધો
વેક્સિન ટ્રાન્સપોર્ટ માટેની કોલ્ડ ચેઇન સ્થાપિત કરવામાં આવશે
ગુજરાતમાં બનશે કોલ્ડ રેફ્રિજરેશન બોક્સ
દિલ્હી અને અમદાવાદ સ્થિત આધિકારિક સૂત્રોના જણાવ્યા અનુસાર લક્ઝમબર્ગ ની કંપની બી મેડિકલ સિસ્ટમ્સ સોલર વેક્સિન આગામી સપ્તાહે એક ઉચ્ચ કક્ષાની ટીમ ગુજરાત રવાના કરી રહી છે, જેમાં રેફ્રિજરેટર, ફ્રીઝર અને ટ્રાન્સપોર્ટ બોક્સ સહિતની એક વેક્સિન કોલ્ડ ચેઇન સ્થાપિત કરવામાં આવશે. સંપૂર્ણ પ્લાન્ટની સ્થાપનામાં લગભગ બે વર્ષનો સમય લાગશે, તેથી કંપનીએ સ્થાનિક બજારમાંથી જ મોટા ભાગની સામગ્રી મેળવીને "આત્મનિર્ભર ભારત" કાર્યક્રમ હેઠળ પ્રારંભ કરવાનું નક્કી કર્યું.
કેટલી છે રેફ્રિજરેશનની રેન્જ ?
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ બોક્સ શૂન્ય નીચે માઇનસ 4 થી માઇનસ 20 ડિગ્રી સુધીના તાપમાને વેક્સિનનું ટ્રાન્સપોર્ટ કરવામાં સહાયક બનશે, પરંતુ જો જરૂર પડી તો લક્ઝમબર્ગ સ્થિત કંપની પાસે પણ શૂન્યથી નીચે માઇનસ 80 ડિગ્રી સુધી રેફ્રિજરેશનની સુવિધા છે.
માર્ચ મહિનામાં તૈયાર થઈ શકે છે આ ખાસ બોક્સ
વિદેશ પ્રધાન એસ. જયશંકર લક્ઝમબર્ગ ના આ પ્રસ્તાવની વ્યક્તિગત દેખરેખ રાખી રહ્યા છે, ત્યારે યુરોપિયન યુનિયનમાં ભારતના રાજદૂત સંતોષ ઝા, ગુજરાતમાં આ નવી વ્યવસ્થા બનાવવા માટે કંપનીના સીઈઓ અને અન્ય અધિકારીઓને મળ્યા
જોકે સોલાર, કેરોસીન, ગેસ અને વીજળી દ્વારા સંચાલિત વેક્સિન રેફ્રિજરેટેડ બોક્સ માર્ચ 2021 સુધીમાં વિતરણ માટે તૈયાર થવાની સંભાવના છે, બી મેડિકલ સિસ્ટમ્સ કંપની બીજા તબક્કામાં ગુજરાતમાં સંપૂર્ણ પ્લાન્ટ સ્થાપશે, તે ફક્ત ભારતીય જ નહીં પરંતુ તે અન્ય દેશોમાં નિકાસ કરવાની જરૂરિયાતને પણ પૂર્ણ કરશે.
લક્ઝમબર્ગના વડા પ્રધાને 19 નવેમ્બરના રોજ પ્રસ્તાવ મૂક્યો
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જેવિયર બેટલે 19 નવેમ્બરના રોજ પ્રથમ દ્વિપક્ષીય સમિટ દરમિયાન પીએમ મોદી સામે આ પ્લાન્ટની દરખાસ્ત મૂકી હતી. ભારતમાં વેક્સિન ના સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનની વિતરણ વ્યવસ્થાને લઈને પીએમ મોદી એ તરત જ આ તક ઝડપી લીધી હતી. ત્યારબાદ ગુજરાત સરકારની સાથે વાચિટ કરનાર કંપની અને લક્ઝમબર્ગ ની કંપની પાસેથી પ્રપોઝલ મૂકવામાં આવી હતી.