બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:28 PM, 11 January 2025
વાંદરાઓ ઝાડની ડાળીઓ પર કૂદતા સારા લાગે છે. જો તેઓ ભૂલથી નજીક આવી જાય તો તેમને કોઈ સહન કરી શકતું નથી, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે એક વીડિયો જે હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના ઝાંસીના મૌરાનીપુર સ્થિત એક મોલમાં એક વાંદરાએ ભારે ખળભળાટ મચાવ્યો .
મોલમાં વાંદરાએ મચાવ્યો હંગામો
ADVERTISEMENT
વાંદરો એવો હંગામો મચાવે છે કે શોપિંગ મોલમાં કપડાની દુકાનમાં અરાજકતા સર્જે છે. આ દરમિયાન વાંદરો ત્યાં હાજર ખરીદદારોને હેરાન કરે છે. આ ઘટનાનો વીડિયો જોયા બાદ યુઝર્સ પણ આવી સ્થિતિમાં પોતાની કલ્પના કરીને ડર અનુભવી રહ્યા છે. લોકોએ કમેન્ટ સેક્શનમાં પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે.
વાંદરાએ મોલમાં મચાવ્યો હાહાકાર...
વાંદરો સ્વભાવે તોફાની પ્રાણી છે. જો તે લોકોથી ભરેલી જગ્યાએ આવે તો લોકો માટે અરાજકતા સર્જાય તે સ્વાભાવિક છે. વાયરલ ક્લિપમાં વાંદરો મોલની અંદર આવી ગયેલો જોવા મળે છે. લગભગ 3.5 મિનિટના આ વીડિયોમાં વાંદરો એક છોકરીને પરેશાન કરતો જોવા મળે છે. તે તેના ખભા પર ચઢી જાય છે અને તેના વાળ ખેંચવાનું શરૂ કરે છે. છોકરી પોતાને બચાવવા માટે જમીન પર ઉભડક પગે પોતાને બન્ને હાથોથી સંકોચી મોં નીચુ કરીને બેઠી છે.. અને વાંદરો તેના ઉપર ચઢી જાય છે.. X પર આ વીડિયો પોસ્ટ કરતાં @indiavoicenews નામના હેન્ડલે લખ્યું- મંકીએ મોલમાં હંગામો મચાવ્યો. છોકરીને ખરાબ રીતે હેરાન કરી. યુવતી ચીસો પાડતી જોવા મળી હતી. આ વીડિયોને ઘણા હેન્ડલ્સ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના પર યુઝર્સે ઉગ્ર કમેન્ટ પણ કરી છે.
ADVERTISEMENT
ब्रेकिंग झांसी
— India Voice (@indiavoicenews) January 11, 2025
मॉल में बंदर ने मचाया उत्पात
एक युवती को जमकर किया परेशान
चीखती नजर आई युवती,वीडियो हुआ वायरल#breaking #LatestNews #upnews #vairalvedio@jhansipolice pic.twitter.com/Ugi2EPUzsf
અહીં મોલમાં ગ્રાહકો ચિંતિત જોવા મળે છે. પરંતુ કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ વાંદરાને લઈને ફની રિએક્શન આપતા જોવા મળે છે. એક યુઝરની કોમેન્ટે ધ્યાન ખેંચ્યુ હતું, જેમાં તેણે કહ્યું હતું કે વાંદરો શોપિંગ કરવા માટે મોલમાં ગયો હશે.
આ પણ વાંચોઃ ઘોર કળિયુગ! પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
યુવાનો માટે રેડ એલર્ટ / હોટલમાં ગર્લફ્રેન્ડ બોલાવી, દારુ સાથે યૌન વર્ધક દવાઓ લેતાં યુવાનનું દર્દનાક મોત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT