બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / The Modi government has been imposing these things on Ben since July 1

તમારા કામનું / 1 જુલાઇથી મોદી સરકાર આ વસ્તુઓ પર લગાવી રહી છે બેન, જાણો કોને લાગશે જોરદાર ઝટકો

Priyakant

Last Updated: 11:50 AM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જુલાઇથી સમગ્ર દેશમાં આ વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે

  • 1 જુલાઇથી મોદી સરકાર દ્વારા મોટો બદલાવ
  • સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ 
  • કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે

સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 જુલાઇથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. 1 જુલાઇથી આ નિર્ણય લાગુ થાય બાદ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે. 

1 જુલાઇથી મોદી સરકાર દ્વારા મોટો બદલાવ

સરકારે આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ એટલે લગાવ્યો કે, આ પ્રકારના પ્લાસ્ટિકનો એક્વાર  ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દેવામાં આવે છે. જોકે મોટાભાગના પ્લાસ્ટિકને સળગાવી દેવામાં આવે છે કે પછી જમીનની નીચે દાટી દેવામાં આવે છે. જેને કારણે પર્યાવરણને લાંબા સમય સુધી નુકશાન પહોંચે છે. મહત્વનું છે કે, જો પર્યાવરણને નુકશાન થાય તો મનુષ્યને પણ નુકશાન થાય જ. જેને લઈ આ નુકશાન ન થાય તે માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. 

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ 

1 જુલાઇથી આ નિર્ણય લાગુ થાય બાદ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે. એવી ઘણી કંપનીઓ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની વિરુદ્ધ છે. નોંધનિય છે કે, વિશ્વભરમાં કાગળના સ્ટ્રોની અછત છે. આ માટે મોટી સંખ્યામાં કાગળોની જરૂર પડશે. સરકારના આ નિર્ણયથી સોફ્ટ ડ્રિંક અને ડેરી પ્રોડક્ટ બનાવતી અને વેચાણ કરતી કંપનીઓ ને મોટો ઝટકો પડયો છે. 

અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રો મામલે સરકારને લખ્યો હતો પત્ર  

દેશના સૌથી મોટા ડેરી સમૂહ અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રોના ઉપયોગ મામલે અગાઉ સરકારને પત્ર લખ્યો હતો. જેમાં પ્લાસ્ટિક સ્ટ્રો ઉપર લાગનારા પ્રતિબંધને ટાળવા માંગ કરી હતી. આ તરફ સરકારે સીધી રીતે કંપનીઓને વૈકલ્પિક સ્ટ્રો માટે કહી દીધું છે. આ તરફ પારલે એગ્રો, ડાબર અને મધર ડેરી જેવી ડેરી સામગ્રી બનાવવા વાળી કંપનીઓ પેપર સ્ટ્રો મામલે કવાયત હાથ ધરી દીધી છે . 

1 જુલાઇથી શુ શુ બેન થશે ? 

  • આઇસક્રીમ સ્ટિક 
  • થરમૉકૉલ પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી 
  • સ્ટ્રો 
  • સ્ટિટર 
  • ઈયર બડ
  • કેન્ડી 
  • પ્લાસ્ટિકની સળીવાળા ફુગ્ગા 
  • પ્લાસ્ટિકના વાસણો 
  • સીગરેટના પેકેટ 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ