બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:36 PM, 17 April 2025
એક મહિલાએ મેટ્રોમાં સીટ મેળવવા માટે એક યુક્તિ રમી અને જ્યારે તેનો વીડિયો લોકોમાં વાયરલ થયો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે છોકરી આ રીતે પોતાના માટે સીટ બનાવતી હતી. કોઈએ ક્યારેય આની અપેક્ષા રાખી ન હતી અને આ વીડિયો લોકો સુધી પહોંચતાની સાથે જ વાયરલ થઈ ગયો.
ADVERTISEMENT
મેટ્રોમાં ક્યારેય ભીડ નથી હોતી
મેટ્રોમાં સીટ મેળવવા માટે વિવિધ સ્તરે ઘણી તકરાર થાય છે. ઘણી વખત એવું બને છે કે ભીડથી ભરેલી મેટ્રોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી અને પછી લોકો સીટ મેળવવા માટે વિચિત્ર પદ્ધતિઓ અપનાવે છે. જેની કોઈએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય! આવી જ એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ મેટ્રોમાં સીટ મેળવવા માટે વિચિત્ર હરકત કરી હતી.જેની ત્યાં હાજર કોઈપણ મુસાફરને અપેક્ષા નહોતી. જેના કારણે હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
મેટ્રોમાં મુસાફરી એક યુદ્ધથી કમ નથી
જો તમે બહાર જઈ રહ્યા છો અને મેટ્રોને તમારા મુસાફરીના માધ્યમ તરીકે પસંદ કર્યું છે, તો અહીં સીટ મેળવવી તે એક યુદ્ધ લડવા જેવું છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે જુગાડ દ્વારા પોતાના માટે સીટ શોધી લે છે. હવે આ વીડિયો જુઓ જ્યાં એક છોકરીએ મેટ્રોમાં સીટ મેળવવા માટે પાણીના ટબનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે બધાને આશ્ચર્ય થયું કારણ કે આ વાત બહાર આવ્યા પહેલા અને પછી કોઈએ આટલી હદના જુગાડ અંગે વિચાર્યું નહોતું.
Vah kya dimag lagaya hai😀 pic.twitter.com/nvQMzwBez7
— Prabha Rawat🕉️🇮🇳 (@Rawat_1199) April 16, 2025
યુવતી હાથમાં કોથળો લઇને પ્રવેશે છે
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક છોકરી હાથમાં કોથળો લઈને મેટ્રોમાં પ્રવેશે છે અને તેની આસપાસના મુસાફરોને ધ્યાનથી જુએ છે. આ પછી છોકરી તેના કોથળામાંથી પાણીનો ટબ કાઢે છે અને તેમાં બેસી જાય છે. આ વિડીયો જોયા પછી, મોટાભાગના લોકો કહે છે કે, કન્ટેન્ટ ક્રિએટર લાઈક્સ અને વ્યૂ માટે ગમે તે હદ સુધી જઇ શકે છે. હાલ તો આ વીડિયો લોકોમાં વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે.
વાયરલ થવા લોકો અપનાવે છે હથકંડા
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @Rawat_1199 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, હજારો લોકોએ તેને જોયો છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સરળ શબ્દોમાં કહીએ તો, હવે મેટ્રો રીલબાઝનો અડ્ડો બની ગઈ છે. જ્યારે બીજાએ લખ્યું કે લોકો લાઈક્સ અને વ્યૂ માટે કંઈ પણ કરી રહ્યા છે. ત્રીજાએ લખ્યું કે આવું કામ કોણ કરે છે ભાઈ. આ સિવાય ઘણા અન્ય યુઝર્સે તેના પર ટિપ્પણી કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.