બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વરસાદ કે પછી તાપમાનમાં વધારો? જાણો ગુજરાતના વાતાવરણ અંગે શું કહે છે હવામાન વિભાગ

રાહત ક્યારે ? / વરસાદ કે પછી તાપમાનમાં વધારો? જાણો ગુજરાતના વાતાવરણ અંગે શું કહે છે હવામાન વિભાગ

Last Updated: 08:53 AM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે.. લોકો એક જ સવાલ પુછી રહ્યા છે કે આ ગરમી ક્યારે ઓછી થશે. .. હવામાન વિભાગનું માનીએ તો આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે..

ઉ.ગુજરાતમાં હાલ ગરમીથી રાહતના અણસાર નહીં

હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે

આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નહીં

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી. ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના ઉત્તર અને મધ્યમ ભાગમાં ત્રણ દિવસ માટે સ્ટ્રોન્ગ વિન્ડ અને સરફેસ વિન્ડ કન્ડીશન બની રહેશે. ત્રણ દિવસ માટે રાજ્યના મહત્તમ ભાગોમાં 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

આ પણ વાંચોઃ ક્યારે થશે વાવણી લાયક વરસાદ, વર્ષ કેટલા આની રહેશે? 50 અગાહીકારોએ ભેગા મળી કરી આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની શક્યતા

આ સાથે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.

સંકળાયેલા મુદ્દાઓ

Weather Department IMD Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ