બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'આવનારા 5 દિવસ દરિયો ન ખેડતા', રાજસ્થાનથી આવતા ટ્રફના કારણે હવે ઉત્તર ગુજરાતમાં જામશે વરસાદી માહોલ
Last Updated: 03:25 PM, 9 August 2024
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ADVERTISEMENT
આવતીકાલે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
ADVERTISEMENT
આવતી કાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફ ના કારણે આગાહી કરાઈ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચોઃ કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નિવેદન
માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.