બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વાતાવરણ બેરંગ! ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનું એલર્ટ, IMDની મિક્સ આગાહી

આગાહી / વાતાવરણ બેરંગ! ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનું એલર્ટ, IMDની મિક્સ આગાહી

Last Updated: 09:44 PM, 6 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે રવિવારે 7 થી 11 ઑક્ટોબર દરમિયાન ઉત્તર તમિલનાડુ, પોન્ડિચેરી અને કેરળમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.

દેશભરમાં ચોમાસુ પુરુ થઇ ચૂક્યું છે, જો કે કેટલાક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે રવિવારે 7 થી 11 ઑક્ટોબર દરમિયાન ઉત્તર તમિલનાડુ, પોન્ડિચેરી અને કેરળમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ, દિલ્હી, નોઈડા અને ફરીદાબાદ સહિત એનસીઆરમાં 7 ઑક્ટોબરે જુદા-જુદા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યાં આખો દિવસ સૂર્ય વાદળો વચ્ચે ઝલક આપતો રહેશે.

7 અને 8 ઑક્ટોબરે યુપી, બિહારના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટોમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે યુપી, બિહાર અને અન્ય રાજ્યોમાં અસર જોવા મળી રહી છે. એ જ કારણ છે કે રવિવારે પંજાબના અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ થયો હતો. 7 અને 8 ઑક્ટોબરે યુપી, બિહારના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

અહીં 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગ અનુસાર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર, કેરળના તટ આસપાસ, લક્ષદ્વીપ વિસ્તારમાં, મન્નારની ખાડીમાં, કર્ણાટકના કિનારે, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને તમિલનાડુના કિનારે 7 થી 10 ઑક્ટોબરના સમયગાળામાં 55 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે પવન ફૂંકાશે અને તોફાની પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. આ સિવાય ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં આગામી બે દિવસમાં હળવો વરસાદ થશે.

7 ઑક્ટોબરે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ

હવામાન વિભાગની વેબસાઇટ મુજબ, આગામી 6 દિવસમાં અરુણાચલ પ્રદેશમાં જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ પડશે. 7 ઑક્ટોબરે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ VIDEO : શું ખાખ ભવિષ્ય? કેનેડામાં વેઈટરની નોકરી માટે 3000 ભારતીયો પહોંચ્યાં, બેરોજગારી ચરમસીમાએ

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ