બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મહેસાણામાં ઓરેન્જ, તો સાબરકાંઠામાં... જુઓ ક્યાં કયું એલર્ટ અપાયું? 45.3 ડિગ્રી સાથે ડીસા બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર
5 ફોટો ગેલેરી
Last Updated: 03:14 PM, 20 May 2024
1/5
2/5
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેજનેજ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમરેલી અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3/5
4/5
રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરા, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગરમીનો પારો રોજે રોજ વધી રહ્યો છે. રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લાઓનું તાપમાન 45 ડિગ્રી નોંધાવવાની પણ સંભાવના રહેલી છે. છેલ્લા 24 કલાકનાં મહત્તમ તાપમાન પર નજર કરીએ તો 44.9 તો લઘુત્તમ તાપમાન 31.2 ડિગ્રી નોંધાવવા પામ્યું છે.
5/5
રાજ્યમાં દિન પ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે. જેમાં આજે સુરેન્દ્રનગરમાં45.3 ડિગ્રી, ડીસામાં 45.01, અમદાવાદ 44.9, ભાવનગરમાં 44.6, અમરેલીમાં 44.6, ગાંધીનગરમાં 44.2, રાજકોટમાં 44.1, વલ્લભવિધાનગરમાં 44.1, વડોદરામાં 44, કેશોદમાં 43.1 જ્યારે ભૂજમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.