બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / The Meteorological Department has issued a heat alert

ઍલર્ટ / કાળઝાળ હીટવેવથી સાચવજો નહીં તો....! દેશના અનેક રાજ્યોમાં પડશે રેકોર્ડતોડ ગરમી, આ રીતે મેળવો રક્ષણ

Malay

Last Updated: 04:07 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ દેશના મોટાભાગના રાજ્યોમાં આ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. જે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે.

 

  • હીટવેવના એટેક માટે રહો તૈયાર 
  • પાંચ દિવસમાં પાંચ ડિગ્રી વધશે તાપમાન
  • મોટા ભાગના રાજ્યોમાં 40 ડિગ્રી વટાવશે પારો

દેશના ઘણા રાજ્યમાં ફેબ્રુઆરીમાં જ રેકોર્ડતોડ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં આ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં જણાવાયું છે કે, ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો હીટવેવની ઝપેટમાં આવશે. 

ગુજરાતમાં હજુ આટલાં દિવસ ગરમી અકળાવશે, રાજ્યનાં 5 શહેરોમાં તાપમાન 42  ડિગ્રીને પાર |  temperatures-crossed-42-degrees-in-5-cities-in-gujarat-heatwave-news

સામાન્ય કરતા 4-5 ડિગ્રી વધારે રહેશે લઘુત્તમ તાપમાન
આગામી પાંચ દિવસમાં દેશના આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4-5 ડિગ્રી વધારે રહેશે. રાજધાની દિલ્હીમાં ગઈકાલે મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા સાત ડિગ્રી વધુ હતું. દિલ્હીમાં સવારે ધુમ્મસ છવાયેલું રહે છે. જો કે આજે આખો દિવસ હવામાન સાફ અને સૂકું રહેશે. આજે પણ દિલ્હીનું મહત્તમ તાપમાન 11 ડિગ્રી આસપાસ રહી શકે છે. નોઈડામાં લઘુત્તમ 12 ડિગ્રી અને મહત્તમ 30 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ 14 ડિગ્રી અને મહત્તમ 28 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ 12 અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે.

VTV Gujarati News and Beyond on Twitter: "છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી માસનાં  મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો,જાણો મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન  કેટલું ...

માર્ચમાં 40 ડિગ્રીની આસપાસ પહોંચશે તાપમાન
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન અત્યારથી 35થી 39 ડિગ્રીના રેન્જમાં આવી ગયું છે. આ સાથે હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન લગભગ 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ નોંધાશે. 

ગરમીનો પારો ઝડપથી વધશે
દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં ગરમીનો પારો ઝડપથી વધશે. પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ મહત્તમ તાપમાન સામાન્યથી વધુ એટલે કે પાંચથી 11 ડિગ્રી સુધી વધુ ઉપર જઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ