બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The meteorological department has forecast heavy rains

કુદરતી આફત / હવે ગુજરાતનો વારો, આ તારીખે ગુલાબ વાવાઝોડું ફરી સક્રિય થશે, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Ronak

Last Updated: 12:47 PM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી શુક્રવારે ગુલાબ વાવાઝોડું ફરી સક્રિય થશે જેની અસર હવે ગુજરાતમાં જોવા મળશે. જેમા વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

  • ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતને થશે અસર 
  • હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી 
  • શુક્રવારથી ગુજરાતમાં ભારે વરસાદ રહેશે 

ગુલાબ વાવાઝોડાને કારણે ઓડિશા તેમજ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘણું નુકશાન થયું ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. કે ગુલાબ વાવાઝોડું ટૂંક સમયમાં ફરી સક્રિય થશે અને ઘણા રાજ્યોમાં ગુલાબ વાવાઝોડાને કારણે ફરી ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે મોટા પ્રમાણમાં નુકશાનની સંભવના સેવાઈ રહી છે. 

ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં રહેશે વરસાદ 

આપને જણાવી દઈએ કે ગુરુવારે પૂર્વોત્તર અને અરબ સાગરના ગુજરાત તટ પર ગુલાબ વાવાઝોડું ફરી સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયા શુક્રવારે વધી જશે. જેના કારણે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ગુલાબ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડી શકે છે. 

મધ્ય તેમજ પશ્ચિમ ભાગમાં રહેશે વરસાદ 

ગુલાબ વાવાઝોડાને કારણે ભારતના મધ્ય તેમજ પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ રહેશે. જેમા ખાસ કરીને તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધારે જોવા મળશે. અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુલાબ વાવાઝોડું ફરીથી વેગ પકડી શકે છે. જેના કારણે ગુજરાતમાં પરિસ્થિતી ગંભીર રહે તેવી શક્યતા છે. 

પશ્ચિમી દરિયા કિનારે પવનનું જોર વધશે 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા ત્રણથી સાત દિવસોમાં પશ્ચિમી દરિયા કિનારે પવન વધારે જોરથી ફુંકાશે તેવી સંભવના છે. હાલ દક્ષિણમાં ચોમાસું સક્રિય છે. સાથેજ આવનારા ચારથી પાંચ દિવસ  સુધી અહિયા વરસાદ સક્રિય રહેશે. 

બે દિવસમાં વાવાઝોડાને વધું વેગ મળશે 

ઉલ્લેખનીય છે કે ઉત્તરી કોંકણ થી દક્ષિણ ઓડિશામાં દબાણને કારણે ગુલાબ વાવાઝોડાને વેગ મળી રહ્યું છે. હજું બે દિવસ આ વાવાઝોડાને વધારે વેગ મળશે. શુક્રવાર સુધીમાં આ વાવાઝોડું ફરી સક્રિય થઈ જશેજેના કારણે ગુજરાત સહિત તેની આસપાસના રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gulab cyclone Heavy Rain gujarat ગુજરાત ગુલાબ વાવઝોડું ભારે વરસાદ heavy rain in gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ