બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / લો બોલો! માત્ર 9 બોલમાં જ મેચ ખતમ, 10 રનમાં 6 વિકેટ પડી, ચાર બેટરનું ખાતું પણ ન ખુલ્યું
Last Updated: 08:34 PM, 17 January 2025
ADVERTISEMENT
ક્રિકેટ એક એવી રમત છે જેમાં ગમે ત્યારે ગેમ ચેન્જ થઈ શકે છે. જેમાં વખતો વખત રેકોર્ડ પણ બનતા હોય છે. અત્યારે એક મેચ ચર્ચામાં આવી છે. જે મેચની ઇનિંગ ખુબ જલ્દી પૂરી થઈ ગઈ હતી. જેમાં ફર્સ્ટ ઈનિંગમાં એક ટીમે પાંચ ઓવરમાં 21 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને બીજી ટીમે માત્ર 9 બોલમા જ પૂરો કરી નાખ્યો હતો.આવું ક્યાં અને કઈ મેચમાં થયું તે જાણીએ.
ADVERTISEMENT
નેપાળમાં પ્રધાનમંત્રી કપ મહિલા નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ, T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. જેમાં સુદુર વેસ્ટર્ન પ્રોવિન્સ મહિલા અને કર્ણૈાલી પ્રોવિન્સ વચ્ચે એક મેચ ફક્ત પાંચ ઓવરની રમાઈ હતી. ખરાબ હવામાનના કારણે ઓછી ઓવરની મેચ રમાઇ હતી. આ મેચ નેપાળના ફાપલા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. જેમાં કર્ણૈાલી મહિલા ટીમની શરમજનક હાર થઈ હતી.
સુદૂર મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેને સામેવાળી ટીમને ફક્ત 20 રન જ થવા દીધા હતા. કર્ણૈાલી ટીમે 5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં 7 માંથી 4 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા નહતા. કર્ણૈાલીની ટીમમાં સૌથી વધુ પર્સનલ સ્કોર 8 રનનો હતો જે શ્રુતિ બુદ્ધાએ બનાવ્યો હતો. જ્યારે રામા બુઢાથોકીએ 6 રન બનાવ્યા. અંજુ ગુરુંગે બે રન બનાવ્યા હતા. સોવિકા શાહી, દીક્ષા પુરી, ગૌરી બોહરા અને બીના થાપા એક પણ રન બનાવી શક્યા નહતા.
આ મેચમાં કબિતા કુંવર અને આશિકા મહારાએ બોલિંગથી તરખરાટ મચાવ્યો હતો. કબીતાએ 2 ઓવરમાં 1 મેઇડન સાથે માત્ર 1 રન આપીને બે વિકેટ લીધી. જ્યારે આશિકાએ બે ઓવરમાં 12 રન આપીને ત્રણ વિકેટ લીધી. રીતુ કનૌજિયાને પણ એક વિકેટ મળી હતી. કબીતાએ બેટિંગમાં 6 બોલમાં 14 રન બનાવ્યા અને મનીષા બોહરાએ 5 રનનું યોગદાન આપ્યું હતું. 21 રનનો ટાર્ગેટ સુદૂરની ટીમે 1.3 ઓવરમાં ચેઝ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.