બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામેની મેચ ટીમ ઇન્ડિયાને પડી શકે છે ભારે, કારણ ચોંકાવનારું

T20 વર્લ્ડ કપ / વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામેની મેચ ટીમ ઇન્ડિયાને પડી શકે છે ભારે, કારણ ચોંકાવનારું

Last Updated: 08:25 AM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 પહેલી મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. આ મેદાનમાં ભારતીય ટીમ માટે અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગ્રુપ-Aની તમામ મેચો જીતીને ટીમે સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ સુપર-8ની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ આવતીકાલે એટલે કે 20 જૂને કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ ખાતે યોજાવાની છે. હવે વાત એમ છે કે ટીમ ઈન્ડિયા આ મેદાન પર એક પણ વખત જીતવામાં સફળ રહી નથી.

ભારતે છેલ્લે 2010માં આ મેદાન પર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. હવે આવતીકાલે પણ ભારત માટે પિચ એક મોટો પડકાર બની રહેવાની છે, કારણ કે ન્યૂયોર્કમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી મેચ રમ્યું હતું. કેરેબિયન દેશમાં આ પ્રથમ મેચ હશે. ટીમ ઈન્ડિયાએ આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Website_Ad_1200_1200_color_option.width-800

ભારતીય ટીમે આ બંને મેચ વર્ષ 2010માં રમી હતી, જેમાં એક મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે 49 રને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી મેચમાં તેને વેસ્ટ ઈન્ડિઝ સામે 14 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે હાલ ચાલી રહેલા ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન સામે જીત મુશ્કેલ બની શકે છે. જો કે પ્લસ પોઈન્ટ એ છે કે ભારતીય ટીમ 14 વર્ષ બાદ આ મેદાન પર ટી20 મેચ રમશે એટલે ઘણો બદલાવ જોવા લઈ શકે છે.

આ પછી ભારતીય ટીમ બીજી મેચ 22 જૂને એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમવાની છે, અહીં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે 24 જૂને સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવાની છે, જ્યાં અત્યાર સુધી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 2 મેચ જીતી છે જ્યારે એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

વધુ વાંચો: ભારતીય મૂળના બેટ્સમેન સાહિલ ચૌહાણે સર્જ્યો ઇતિહાસ, તોડ્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્રિસ ગેલનો રેકોર્ડ

જણાવી દઈએ કે સુપર 8 માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ગ્રુપ Aમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા અને ગ્રુપ Bમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. બંને ગ્રૂપમાંથી બે-બે ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે તો ટીમ ઇન્ડિયા 27 જૂને ગયાનામાં મેચ રમશે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 Team India in Barbados Record IND vs AFG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ