The master plan drawn up by the AAP for the Assembly elections
અભિયાન /
વિધાનસભા ચૂંટણી માટે AAPએ બનાવ્યો માસ્ટર પ્લાન, સફળ થયો તો, CR પાટીલના ગઢમાં ચિંતા વધશે
Team VTV06:36 PM, 08 Mar 21
| Updated: 07:36 PM, 08 Mar 21
મિશન 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન લોન્ચ કરાયું છે. કુલ 50 લાખ લોકોને AAPના સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક છે.
ચૂંટણીમાં સારા પરિણામો બાદ AAPનું સદસ્યતા અભિયાન
મિશન 2022 અંતર્ગત સદસ્યતા અભિયાન લોન્ચ કરાયું
કુલ 50 લાખ લોકોને AAPના સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠક પર જીત બાદ હવે આમ આદમી પાર્ટી નવા મિશન તરફ આગળ વધી રહી છે. પરિણામો બાદ AAPનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. મિશન 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન લોન્ચ કરાયું છે. કુલ 50 લાખ લોકોને AAPના સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક છે. જેમાં સંગઠનને મજબૂત બનાવવા વધારે સદસ્ય જોડવામાં આવશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વને આગળ વધારવાનું કામ ગોપાલ ઈટાલિયા અને તેની ટીમ કરી રહી છે. ત્યારે અન્ય પાર્ટીઓની જેમ આમ આદમી પાર્ટીને પણ આગામી સમયમાં કેડરની જરૂર પડશે. અને કાર્યકરોના આધારે જ કોઈપણ પાર્ટી કાર્યરત હોય છે. જેને લઈ આમ આદમી પણ હવે આગામી 50 દિવસ સુધી AAPનું સદસ્યતા અભિયાન ચલાવશે. AAP દક્ષિણ ગુજરાતના મહામંત્રીને મહત્વની જવાબદારી રામ ધદુને સોંપાઈ છે. આ સાથે AAPની સુરતમાં સફળતામાં મનોજ સોરઠીયાની મહત્વની ભૂમિકા રહી હતી.