નિર્ણય / લોકડાઉન વચ્ચે અમદાવાદમાં કેરી મેળાનું આયોજન, AMC દ્વારા 15 દિવસ સુધી કેરી વેચવા અપાઈ મંજૂરી

લોકડાઉનના કારણે આ વર્ષે કેરી દરેક લોકો સુધી નથી પહોંચી શકી. બીજી તરફ કેરીનું ઉત્પાદન ખરનારા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી હવે AMCએ અમદાવાદમાં કેરી મેળાનું આયોજન કર્યું છે. AMCએ GMDC ગ્રાઉન્ડમાં કેરી વેચવા માટે 15 દિવસની મંજૂરી આપી છે. આ કેરી મેળામાં કેસર અને આફૂસ કેરીનું વેચાણ કરવામાં આવશે. જેમાં ઓર્ગેનિક અને કાર્બન વિનાની કેરીઓ મળશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમો સાથે સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાંથી અમદાવાદ વાસીઓ કેરીની ખરીદી કરી શકશે. સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કેરીનું વેચાણ કરવામાં આવશે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ