The main source who broke the paper of the junior clerk was arrested, the accused will be brought to Ahmedabad from Odisha, this was the rol
BIG BREAKING /
જૂનિયર ક્લાર્કનું પેપર ફોડનાર મુખ્ય સૂત્રધારની થઈ ધરપકડ, ઓડિશાથી આરોપીને અમદાવાદ લવાશે, પેપરકાંડમાં આ હતી ભૂમિકા
Team VTV05:30 PM, 29 Jan 23
| Updated: 05:46 PM, 29 Jan 23
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ વિવિધ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક થવાનો મામલો
જૂનિયર ક્લાર્ક પેપરલીક મામલે મુખ્ય સૂત્રધારની ધરપકડ
મુખ્ય સૂત્રધાર જીત નાયકની ધરપકડ
જુનિયર ક્લાર્ક પેપરલીંક મામલે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મુખ્ય સૂત્રધાર જીત નાયકની ધરપકડ કરવામાં આવી છે. જીત નાયકને ઓડિશાથી અમદાવાદ લાવવામાં આવશે. મુખ્ય સુત્રધાર જીત નાયત ઓડિશાનો રહેવાસી છે. તેમજ હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપરલીંકનો મુખ્ય સૂત્રધાર જીત નાયક છે.
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ વિવિધ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શેખર અને પ્રદીપ નાયક છે. પેપરલીકમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા ક્લાસીસ પર મોડી રાત્રે ATSની ટીમ ત્રાટકી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
આરોપી કેતનની ઓફીસ છે તે કોમ્પ્લેક્ષ
આરોપીઓને શનિવારે દિલ્હી કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ મેળવાયા હતા
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીંક થવા મામલે પકડાયેલ આરોપી ભાસ્કર ચૌધરી 2019 માં CBI એ ઝડપ્યો હતો. સીબીઆઈએ 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાં એમ઼ડી ભાસ્કર ચૌધરીની પણ કરાઈ હતી ધરપકડ. ત્યારે તમામ આરોપીઓ શૈક્ષણિક સંસ્થામાં પાર્ટનર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે બે આરોપીઓ શૈક્ષણિક સંસ્થામાં પાર્ટનર છે. બે આરોપીઓ સાયબર એક્સપર્ટ હોવાનો પણ ખુલાસો થવા પામ્યો છે. મેનેજર અને શૈક્ષણિક સંસ્થાના સેન્ટરનો માલિક હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને દિલ્હી કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રીમાન્ડ મેળવાયા હતા. દિલ્હી, વડોદરા, અમદાવાદ માં હાલ તપાસ ચાલુ છે. પોલીસે 120બી, 420, 66ડી, આઈટીએક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
કેતન બારોટ
અમદાવાદ અને વડોદરામાંથી પણ ધરપકડ
દિલ્હી, મુંબઈ અને અમદાવાદની હોસ્પિટલમાં તપાસ ચાલુ છે. ત્યારે પોલીસને ડિજિટ ડોક્યુમેન્ટ, 33 લાખ રોકડા સહી કરે ચેક પણ મળી આવ્યા હતા. તેમજ અમદાવાદ અને વડોદરામાંથી પણ શેઠ મોહમદ, ઉસામા, વિરાગ શાહ નામના સાયબર એક્ષ્પર્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમજ દર્પણ પાઠક, નિશિકાન્ત સિન્હા અમદાવાદ પરીક્ષા સેન્ટરના મેનેજર હતા. આ આરોપીઓના ફરી પેપર લીંકમાં કનેક્શન ખુલ્યું છે.
ભાસ્કર ચૌધરી
પંચાયત પેપકકાંડમાં કેતન બારોટની મહત્વની ભૂમિકા
પેપર લીંક મામલે વીટીવી ન્યુઝ કેતન બારોટની ઓફિસે પહોચ્યું હતું. ત્યારે કેતન બારોટ એજ્યુંકેશન કન્સલટન્સી ચલાવે છે. અમદાવાદના આશ્રમ રોડ પર દિશા કન્સલટન્સી ચલાવે છે. ત્યારે કેતન બારોટ અગાઉ પેપરકાંડમાં પકડાઈ ચૂક્યો છે. તેમજ તે દિલ્લીની તિહાર જેલમાં પણ રહી ચૂક્યો છે. જ્યારે કેતન બારોટ મોંધી લકઝુરીયસ કારનો પણ શોખીન છે. પંચાયત પેપરકાંડ મામલે કેતન બારોટની મહત્વની ભૂમિકા છે.