The main mastermind of the Special 26 team was caught in Gujarat, Karso Rachi made a fake income tax red at the farmer's house.
છોટાઉદેપુર /
ગુજરાતમાં સ્પેશિયલ 26ની ટીમનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કારસો રચી ખેડૂતના ઘરે કરી હતી નકલી ઈન્કમટેક્સ રેડ
Team VTV07:27 PM, 06 Feb 23
| Updated: 07:34 PM, 06 Feb 23
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ખેડૂતને ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી છેતરપિંડી કરી હતી ત્યારે માસ્ટર માઈન્ડ આરોપીને છોટાઉદેપુર પોલીસે ઝડપી પાડ્યો છે.
પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામનો બનાવ
નકલી ઈન્કમટેક્ષ અધિકારીએ રેડ કરી છેંતરપીંડી કરી હતી
પોલીસે આ ગુનાના માસ્ટર માઈન્ડ આરોપીને છોટાઉદેપુરથી ઝડપ્યો
છોટાઉદેપુરના ખટાસ ગામે એક ખેડૂતને ત્યાં ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં કાર તથા એક બુલેટ લઈ ૭ માણસો આવી નકલી ઇન્કમટેક્સની રેડ કરી હતી. ખેડૂતના તિજોરીઓ તેમજ મગફળીના ગોતામાં મુકેલા રોકડા રૂપિયા 4 લાખ લઈ લીધા હતા. નકલી ઇન્કમટેક્સના સાહેબોએ અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26 ની જેમ રેડ ચાલુ કરી હતી. ઘરની બધી તિજોરીઓ તેમજ મગફળીના ગોતા નીચેથી મળી કુલ ચાર લાખ રૂપિયા રોકડા બહાર કાઢ્યા હતા તેમજ એક મોબાઈલ ૫૦૦૦ ની કિંમતનો લઈ લીધો હતો.
ભોગબનનાર ફતેસિંગભાઈ
ફતેસિંગભાઈ ને કહેવા લાગ્યા કે હવે તમારું ઘર ખોદીને ચેક કરવું પડશે ત્યારે ફતેસિંભાઈએ કહેલ કે તમે કદવાલ પોલીસ સ્ટેશનમાંથી માણસો આવે. ત્યાર પછી જ મકાનને ખોદજો. તેમ કહેતાં નકલી સાહેબોએ જણાવ્યું કે આ રૂપિયા દિલ્હી જમા કરાવવા પડશે તેમ કહી ઘરની બહાર નીકળી હતા અને કદવાલ પોલીસ સ્ટેશન જઈએ છીએ તેમ જણાવેલ, તેઓની પાછળ જતા તેઓએ ફતેસિંગભાઈના પરિવારને રોકી દીધા હતા.
ચોરી બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી
પોલીસ સ્ટેશન જઈ તપાસ કરતા છેતરાયા હોવાનું માલુમ પડ્યું
ગામના એક સભ્યને સાથે લઈ કદવાલ પોલીસ સ્ટેશન જવાનું છે તેમ કહી પોતાની સફેદ કારમાં બેસાડી લઈ ગયા હતા. જે ભાઈને રસ્તામાં ઉતારી ઘરના સભ્યોના મોબાઈલ આપી ફરાર થઈ ગયા હતા. ફતેસિંગભાઈ ના મોટાભાઈ પોલીસ સ્ટેશન જઈ તપાસ કરતા ત્યાં કોઈ ગાડીઓ હતી નહીં તેમજ કોઈ માણસો પણ ન હતા. ફતેસિંગભાઈના મોટાભાઈએ ઘરે જાણ કરતા ખબર પડી હતી કે આ બોગસ માણસો આવી ખોટી ઓળખાણ આપી, નકલી ઇન્કમટેક્સની રેડ કરી, ૪,૦૫,૦૦૦/- ની છેતરપિંડી કરી ગયા હતા. મુખ્ય આ નિશાંત વીપીન શાહને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.