બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:23 PM, 11 January 2025
અમેરિકાના કેલિફોર્નિયામાં આગનું તાંડવ ચાલુ છે. લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગના કારણે તબાહીનું દ્રશ્ય આખી દુનિયા જોઈ રહ્યું છે. એવું લાગે છે કે લોસ એન્જલસ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. લોસ એન્જલસમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ મકાનો અને ઈમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે. આ આગમાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. લોસ એન્જલસની આગની આ તબાહી ક્યારે પૂરી થશે તે કહેવું મુશ્કેલ છે.
ADVERTISEMENT
આગના કારણે થયેલા વિનાશની શરૂઆત ગત મંગળવારથી થઈ હતી. હજુ સુધી તેના પર સંપૂર્ણ નિયંત્રણ નથી આવ્યું. મંગળવારે જંગલમાં આગ લાગી હતી. પરંતુ ભારે પવનોને કારણે તેણે વધુ ભયંકર સ્વરૂપ લીધું. ગુરુવારે આગને અમુક અંશે કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે સપ્તાહના અંતમાં આગ ફરી એક વખત વધુ તીવ્ર બની શકે છે. આ આગને કારણે અમેરિકાને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ બની રહ્યો છે.
એવું માનવામાં આવે છે કે અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી ભયાનક આગ છે . અમેરિકાને આજ સુધી કોઈ પણ આગમાં આટલું નુકસાન થયું નથી. નુકસાનની નાણાકીય અસર હજુ સ્પષ્ટ નથી. હવામાન ડેટા પ્રદાન કરતી ખાનગી કંપની AccuWeather એ અનુમાન લગાવ્યું છે કે નુકસાન $ 150 બિલિયન સુધી હોઈ શકે છે. જો આપણે ભારતીય ચલણમાં વાત કરીએ તો આ નુકસાન લગભગ રૂ. 1,29,29,32,91,55,000 (150 અબજ ડોલર) છે. જો કે સરકારી અધિકારીઓએ હજુ સુધી નુકસાનનો કોઈ અંદાજ આપ્યો નથી. તો ચાલો જાણીએ લોસ એન્જલસના જંગલની આગથી સંબંધિત 5 મોટા અપડેટ્સ.
ADVERTISEMENT
- અંદાજિત નુકસાન કેટલું ?
લગભગ 150 અબજ ડોલર એટલે કે 1,29,29,32,91,55,000 રૂપિયા
કેટલા ઘર-ઇમારત નષ્ટ થયા ?
કુલ 12 હજારથી વધુ ઘરો-ઇમારતો નષ્ટ થયા
પ્રશાંત પાલિસેડ્સના પહાડી તટીય વિસ્તારમાં 5300થી વધુ ઇમારતો ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઇ ગઇ છે. જેમાં જેમી લી કર્ટિસ અને બિલી ક્રિસ્ટલ જેવી ખુબજ પ્રસિદ્ધ સેલેબ્રિટીના ઘરો પણ છે.
ઉત્તરી પાસાડેનામાં 7 હજારથી વધુ ઇમારતો સળગીને ખાખ થઇ ગઇ છે. તેમાં ઘર, એપાર્ટમેન્ટ, વ્યવસાયિક ઇમારતો અને વાહનો શામેલ છે.
કેટલા લોકોની મુસીબત વધી
આગને કારણે 1.7 કરોડ લોકોની જિંદગીને અસર પહોંચી છે. 1.7 કરોડ લોકોને હવાની આગના કારણે ફેલાયેલા ધૂમાડાને લઇને 1.7 કરોડ લોકોને હવાની ગુણવત્તા અને ધૂળને લઇને સલાહ આપવામાં આવી છે.
ક્યાં-ક્યાં વીજળી ગુલ
સાઉથ કેલિફોર્નિયામાં 1 લાખ 75 હજારથી વધુ ઘરોમાં વીજળી નથી, જેમાંથી અડધા ઘર લોસ એન્જિલસ કાઉન્ટીના છે.
આ પણ વાંચોઃ લોસ એન્જલસ પછી ન્યૂયોર્કમાં લાગી ભીષણ આગ, 200 ફાયર ફાઇટર ઘટનાસ્થળે, 7 ઘાયલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT