બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / લિમિટ બાર થઈ જશે! શું દારૂમાં કોલ્ડ ડ્રિંક નાખવું કેટલું હિતાવહ? શરીર પર પડતી હકીકત જાણો

ટિપ્સ / લિમિટ બાર થઈ જશે! દારૂમાં કોલ્ડ ડ્રિંક નાખવું કેટલું હિતાવહ? શરીર પર પડતી હકીકત જાણો

Last Updated: 08:40 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરાબ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. ઘણા લોકો આલ્કોહોલ મિશ્રિત કોલ્ડ ડ્રિંક પીવે છે

Alcohol With Cold Drinks Side Effects: શરાબ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. ઘણા લોકો આલ્કોહોલ મિશ્રિત કોલ્ડ ડ્રિંક પીવે છે, પરંતુ આમ કરવાથી આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે વધુ ખતરનાક બની શકે છે. નિષ્ણાતોના મતે લોકોએ આવું ન કરવું જોઈએ.

ઘણીવાર તમે લોકોને શરાબમાં કોલ્ડ ડ્રિંક, સોડા કે એનર્જી ડ્રિંક્સ ભેળવી પીતા જોયા હશે. એવું માનવામાં આવે છે કે કોલ્ડ ડ્રિંક્સમાં આલ્કોહોલ ભેળવીને પીવાથી તેનો સ્વાદ સુધરે છે અને સ્વાસ્થ્યને ઓછું નુકસાન થાય છે. જો કે આલ્કોહોલ સાથે કોલ્ડ ડ્રિંક્સ પીવું એ સારો વિચાર નથી. આવું કરવું સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોલ્ડ ડ્રિંક્સમાં કેફીન, કેલરી અને સુગર સહિત ઘણી વસ્તુઓ હોય છે, જેને આલ્કોહોલ સાથે જોડવામાં આવે તો ઘણી બીમારીઓનું જોખમ ઝડપથી વધી શકે છે. દરેક વ્યક્તિએ આ વિશેની હકીકતો જાણવી જોઈએ.

alcohol-2.jpg

ક્લીવલેન્ડ ક્લિનિકના રિપોર્ટ અનુસાર કોલ્ડ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ અને સોડામાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે તમે આ પીણાંને આલ્કોહોલ સાથે મિક્સ કરો છો, તો પછી તમે મર્યાદા કરતાં વધુ પીઓ છો. કેફીન ઉત્તેજક જેવું કામ કરે છે અને તમને હાઇફીલ કરાવે છે. જ્યારે તમે સામાન્ય સ્થિતિમાં પાછા આવો છો, ત્યારે તમને ફરીથી પીવાનું મન થવા લાગે છે. કેફીન ખૂબ જ વ્યસનકારક છે અને તેથી તેને આલ્કોહોલ સાથે મિશ્રિત કરીને પીવાથી તમે તેના વ્યસની બની શકો છો. કેફીન લોકોના સેંસને ખલેલ પહોંચાડી શકે છે, જેના કારણે લોકો એ સમજવામાં અસમર્થ હોય છે કે તેઓ દારૂ વધારે પડતો પી ગયા હતા.

alcohol3.jpg

શરાબમાં કોલ્ડ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ ભેળવીને પીવું હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. કેફીન અને આલ્કોહોલ બંનેની બ્લડ પ્રેશર પર અલગ-અલગ અસરો હોય છે. જ્યારે તમે બંને વસ્તુઓને એકસાથે પીવો છો, તો તેનાથી બીપીમાં વધઘટ થઈ શકે છે અને હૃદયને નુકસાન થઈ શકે છે. જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના માટે કોલ્ડ ડ્રિંક ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ બે વસ્તુઓને એકસાથે પીવાથી આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેના કારણે વેસ્ક્યુલર ફંક્શનમાં સમસ્યા થઈ શકે છે. આ મિશ્રણ હૃદયના દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

વધુ વાંચોઃ બટાકા ખાવાથી મોતનો ખતરો ટળશે! રિસર્ચમાં ખૂલી ચોંકાવનારી વાત, વધુ ખાવા હિતાવહ

કોલ્ડ ડ્રિંક્સમાં કેલરી અને સુંગર ખૂબ જ વધારે હોય છે. જ્યારે તેને આલ્કોહોલ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે મિશ્રણ પછી કેલરીની સંખ્યા વધુ વધે છે. નિષ્ણાતોના મતે, દારૂના એક પેગમાં લગભગ 100 થી 500 કેલરી હોય છે. જ્યારે તેમાં ઠંડા પીણા ઉમેરવામાં આવે છે, ત્યારે કેલરીની સંખ્યા મર્યાદા કરતાં વધી શકે છે. જો તમે આવા બે-ત્રણ પેગનું સેવન કરો છો તો કેલરી કાઉન્ટ 900 સુધી પહોંચી શકે છે. વધુ પડતી કેલરી અને સુંગર સ્થૂળતા, ડાયાબિટીસ અને પાચન સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

LIfestyle cold drinks side effcts Alcohol With Cold Drinks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ