બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા ઘરનું લાઈટ બિલ અડધું જ આવશે! વીજળીની બચત માટે અજમાવો આ ટ્રિક્સ
Last Updated: 03:16 PM, 14 July 2024
શું તમારા ઘરમાં પણ વીજળીનો વપરાશ વધારે થાય છે? શું તમારા ખિસ્સામાંથી પણ દર મહિને વીજળીનું બિલ ભરવા માટે મોટી રકમ ખર્ચાય જાય છે? યુનિટ દીઠ વીજળીનો દર તો ઘટાડવો તો આપણા હાથમાં નથી, પરંતુ વપરાતી વીજળીના યુનિટ ઘટાડવા તો આપણા હાથમાં જ છે.
ADVERTISEMENT
વીજળી બચાવવાની સરળ ટ્રિક્સ
ADVERTISEMENT
-બિલ ઘટાડવા માટે સૌથી પહેલા એ વાત ધ્યાનમાં રાખો કે વગર કામે કોઇપણ લાઈટ ચાલુ ન રાખો. કોઈ રૂમમાંથી બહાર નીકળો ત્યારે તેની બધી જ સ્વીચ બંધ કરીને નીકળો.
-ચોમાસામાં એસીનો વપરાશ ચાલુ કરતા પહેલા તેની સર્વિસ કરાવી લો. સાથે જ તેને વધુ કૂલિંગ રાખવાને બદલે તેનું ટેમ્પરેચર 26 ડિગ્રી રાખો. રૂમના બારી-બારણા જરા પણ ખુલ્લા ન રહે એનું ધ્યાન રાખો. જેથી વધુ વીજળી ન વપરાય.
-દરરોજ વોશિંગ મશીનમાં કપડાં ધોવાને બદલે મશીનની ક્ષમતા પ્રમાણે કપડાં ભેગા થઈ જાય ત્યારે જ મશીન વાપરો. ધ્યાનમાં રાખો કે વોશિંગ મશીનમાં તેની ક્ષમતા પ્રમાણે કપડાં હોવા જોઈએ. ન વધારે કે ન ઓછા, આમ કરવાથી મશીન તેની ક્ષમતા પ્રમાણે કામ કરશે અને વધારે વીજળી વપરાશે નહીં.
- તમારા ઘરના તમામ સાદા બલ્બને LEDથી રીપ્લેસ કરી દો કારણ કે LED ઓછા વોલ્ટેજના હોય છે જેથી તે ઓછી વીજળી વાપરે છે.
-તમારું ફ્રિજ જૂનુ હોય તો પણ તમારું બિલ વધારે આવી શકે છે જેથી જો તમારે બીલ ઘટાડવું હોય તો નવા ઉપકરણોનો ઉપયોગ કરો. ફ્રિજમાં વધારે વસ્તુઓ ન મુકશો એવુ કરવાથી પણ વીજળીનું બિલ વધુ આવે છે.
આ સિવાય અનેક લોકો સુતા પહેલા TVની સ્વિચ બંદ કરીને નથી ઉંઘતા જેથી પાવર સપ્લાય ચાલુ રહે છે. એના કારણે પણ બિલ વધુ આવે છે. જે ઉપકરણનો ઉપયોગ લાંબા સયમ સુધી ન કર્યો હોય તેને સર્વિસ પછી જ ઉપયોગ કરો, આવું કરવાથી વીજળીનો વપરાશ ઓછો થશે અને બિલ ઓછુ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.