સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ છેલ્લા 3 દિવસથી બંધ, હજારો પ્રવાસીઓ અટવાયા

By : vishal 06:19 PM, 05 December 2018 | Updated : 06:41 PM, 05 December 2018
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દિવસે- દિવસે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દરમ્યાન 152 મીટર પર આવેલ વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જતી લિફ્ટ વારંવાર બંધ થઇ જવાની ઘટનાઓ બની રહી છે. અગાઉ પણ બિહાર રાજ્યના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી અને રાજયના કેબિનેટ મંત્રી સૌરભ પટેલ પણ આ જ લિફ્ટમાં ફસાયા હતા. 

આ લિફ્ટ છેલ્લા 3 દિવસથી બંધ થઇ જતાં એક જ લિફ્ટ મારફતે સમગ્ર સંચાલન હાથ ધરવામાં આવી રહ્યું હોવાના કારણે પ્રવાસીઓની 1 કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને નાના બાળકો તેમજ વયોવૃધ્ધ પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. 

એક જ લિફ્ટ ચાલતી હોવાના કારણે 3-3 કલાક કતારમાં હોવા છતાં પણ નંબર ન લાગતા હોબાળો થયો હતો. આથી યુનિટીના CEO આઈ.કે.પટેલ અને જિલ્લા કલેકટર આર.એસ. નિનામા યુનિટીના સ્થળે દોડી આવ્યા હતાં અને બંધ લિફ્ટ શરૂ કરાવી હતી. યુનિટીના CEO આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, લિફ્ટની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મુંબઈ સ્થિત લિફ્ટ કંપનીને તેડાવવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ સમસ્યાનો ઉકેલ લવાશે. તો પ્રવાસીઓ માટેની બેઠક વ્યવસ્થા વધારવામાં આવશે 
 Recent Story

Popular Story