બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદની સ્થાપના પહેલાનું સરસપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર, ભગવાન જગન્નાથના છે મામાનું ઘર
Last Updated: 06:05 AM, 11 December 2024
અમદાવાદના સરસપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર આવેલું છે. અમદાવાદ શહેરની સ્થાપના થઈ તે પહેલાથી પ્રભુ ગાદીએ બિરાજમાન છે. સરસપુરમાં રહેતા લોકો તેમના દિવસની શરૂઆત રણછોડજીના દર્શન કરીને કરે છે. અગિયારસ, અમાસ, રવિવાર અને પૂનમના દિવસે દૂરદૂરથી ભાવિક ભક્તો સરસપુરમાં આવેલા રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા આવે છે અને ડાકોરના રણછોડરાયજીના દર્શન કર્યાની લાગણીનો અનુભવ કરે છે..
ADVERTISEMENT
૧૪૭ વર્ષ પહેલા રથયાત્રા
સરસપુર રણછોડજી મંદિર ભગવાન જગન્નાથના મામાના ઘર તરીકે પ્રચલિત છે. ૧૪૭ વર્ષ પહેલા રથયાત્રા ખુબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા. તે સમયે રથયાત્રામાં સાધુ-સંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલા રણછોડજી મંદિરમાં તમામ સાધુ-સંતોનું રસોડુ કરવામાં આવતું હતું. ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. ભગવાન જગન્નાથની નીકળતી રથયાત્રા મામાના ઘરે આવે છે અને મામાના ઘરે તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવે છે.
ADVERTISEMENT
રથયાત્રા દરમિયાન તેઓ પોતાના મામેરામાં જાય છે
સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ ભરાવાનું પરંપરાગત અને ધાર્મિક મહત્વ પણ છે. ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલી કથા અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન તેઓ પોતાના મામેરામાં જાય છે. ભગવાનની માતાનું નિવાસસ્થાન સરસપુરમાં છે અને તેઓ ત્યાં તેમની માતાના આશીર્વાદ મેળવે છે. વર્ષોથી સરસપુરમાં રહેતા અને નિયમિત રણછોડજીના દર્શને આવતા ભાવિકોની ભગવાન પ્રત્યેની લાગણી અને શ્રદ્ધા અતૂટ છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવે છે. સમગ્ર અમદાવાદમાં વસતા લોકો રણછોડજીના મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે. સરસપુર વિસ્તારની ૧૭ પોળોમાં દર વર્ષે ભોજન પ્રસાદી બનાવવામાં આવે છે. પ્રસાદીમાં બુંદી, ફૂલવડી અને મોહનથાળ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળમાં હજારો ભક્તો આ પ્રસાદીનો લાભ લઈ ધન્ય થાય છે. શ્રાવણ મહિનામાં ભગવાનના વિવિધ પ્રકારના હિંડોળાઓ કરવામાં આવે છે. જેમાં બાલ્ય અવસ્થામાં પ્રભુએ જેટલી લીલાઓ વ્રજમાં કરી એ લીલાઓને અનુસરીને ભગવાનના હિંડોળાઓનું આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમી, દિવાળી, ધનતેરસ અને દેવ દિવાળીએ મંદિરને સુંદર શણગારવામાં આવે છે. રણછોડજીના મંદિરે આવતા લોકોની જ્યારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ પરિવાર સાથે દર્શને આવી ભગવાનનો આભાર માને છે.
હિન્દુઓનું નવું વર્ષ કારતક મહિનામાં એકમના દિવસથી ચાલુ થાય છે તે દિવસે મંદિરે ભવ્ય અન્નકુટ કરવામાં આવે છે. મંદિરમાં અનેક પ્રકારની મીઠાઈઓ અને વિવિધ સામગ્રીઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શનનો લાભ લે છે. રોજ સવારે કરવામાં આવતી ભગવાનની મંગળા આરતી સમયે ભક્તિમય તરંગોથી સરસપુર વિસ્તાર ભગવાનના રંગે રંગાઈ જાય છે. ધનુર માસમાં ભગવાનને ઘઉં અને તુવેરની દાળનો મિક્સ ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. ઉતરાયણના દિવસે મંદિરને પતંગોથી સુશોભિત કરવામાં આવે છે. દેશ વિદેશથી લોકો પોતાની અતૂટ આસ્થા સાથે રણછાડજીના દર્શન કરવા મંદિરે આવે છે.
વધુ વાંચો : પાર્વતીનું એક સ્વરૂપ દેવી અન્નપૂર્ણા, જાણો કાશી વિશ્વનાથ સાથે શું છે સંબંધ?
મંદિરે વારે તહેવારે અનેક ધામિક કાર્યક્રમ કરવામાં આવે છે. દર રવિવારે તેમજ અગિયારસે ધૂન-કીર્તનથી મંદિરનુ વાતાવરણ ભક્તિતી છલકાઈ છે. વડીલો સાથે યુવાનો પણ ભજન-કીર્તનમાં જોડાય છે. ભાવિકોની અતૂટ આસ્થા છે કે રણછોડજી તેમના દુખ દૂર કરે છે.. અને તેમના દરેક મનોકામના પૂર્ણ કરે છે. અલૌકીક અને પૌરાણિક મંદિરમાં રણછોડજી સાક્ષાત હોવાની ઘણા ભાવિક ભક્તોને અનુભૂતિ થાય છે. અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT