બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મકાન માલિક નહીં કરે દાદાગીરી, જો તમે પણ જાણતા હશો આ નિયમ, ભાડુઆત ખાસ નોટ કરી લે
Last Updated: 04:02 PM, 6 November 2024
મકાન અને દુકાનને લઇ માલિક અને ભાડૂઆત વચ્ચે કેટલીક વખત વિવાદો થાય છે. અમુક વખત આ મામલો કોર્ટ સુધી પણ પહોંચે છે. ભારતમાં મોડલ ટેનન્સી એક્ટ 2021માં મકાનમાલિકો અને ભાડૂતો બંનેના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે. આ એક્ટમાં ભાડુઆતને કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. આ કાયદા બનાવવાનો હેતુ બંને પક્ષોના અધિકારો અને જવાબદારીઓને બેલેન્સ કરવાનો તથા પારદર્શિતા અને જવાબદારીને વધારવાનો છે. અહીંયા આપણે જાણીશું કે, આ કાયદા હેઠળ ભાડૂઆતને કયા અધિકારો આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દરેક ભાડૂઆત પાસે ભાડે લીધેલી મિલકતને શાંતિપૂર્વક માણવાનો અધિકાર છે. મકાનમાલિક કોઈ પણ પૂર્વ સૂચના વગર ઘરમાં આવી શકતા નથી. ભાડૂઆતની સંમતિ બાદ જ મકાનમાલિક નક્કી કરેલ સમયે મુલાકાત લઈ શકે છે.
ADVERTISEMENT
ભાડૂઆત છેલ્લે ઘર અથવા દુકાન ખાલી કર્યા બાદ સિક્યોરિટી ડિપોઝિટ પાછી મેળવી શકે છે. મકાનમાલિક તેને આપવામાં આનાકાની ન કરી શકે.
ભાડૂઆત ગેરવાજબી ભાડા વધારા અંગે મકાનમાલિક સામે અવાજ ઉઠાવી શકે છે. આ કાયદા મુજબ મકાનમાલિકોએ ભાડું વધારતા પહેલા ચર્ચા કરીને તેમને જાણ કરવાની રહે છે.
ભાડૂઆત મકાનમાલિકને જરૂરી સૂચના આપીને લીઝ અથવા ભાડા કરારને પૂર્ણ પણ કરી શકે છે. નિયમ મુજબ ભાડૂઆતો સાથે મકાનમાલિકો જાતિ, ધર્મ, લિંગ, વૈવાહિક સ્થિતિ અથવા ભોજનની આદતોના આધારે ભેદભાવ ન કરી શકે.
મકાનમાલિકો કોઈપણ સંજોગોમાં વીજળી અને પાણી જેવી જરૂરી સેવાઓ બંધ ન કરી શકે. અમુક કિસ્સામાં ભાડામાં વિલંબને કારણે મકાનમાલિકો ભાડૂઆતની પ્રોપર્ટીમાં આ સેવા બંધ કરી દે છે પરંતુ આ રીતના વર્તનને કાયદામાં વર્જિત માનવામાં આવ્યું છે. જો ભાડૂઆતને લાગે કે તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તો તેઓ આ અંગે ફરિયાદ પણ કરી શકે છે.
ભાડૂઆત કોઈ મોટી સમસ્યામાં ઘેરાઈ ગયો હોય તો તે ભાડાની રકમ અમુક સમય સુધી રોકી શકે છે. પરંતુ આ માટે ભાડૂઆતે યોગ્ય કારણ રજૂ કરવું પડશે તથા મકાનમાલિક સાથે આ અંગે ચર્ચા પણ કરવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.