The Indian pharmaceutical company claimed, "Our drug is beneficial in the treatment of corona."
કોવિડ 19 /
આ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીએ કર્યો દાવો કહ્યું, "અમારી દવા કોરોના સારવારમાં ફાયદાકારક છે"
Team VTV08:21 PM, 23 Nov 20
| Updated: 08:27 PM, 23 Nov 20
ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સએ એક મોટો દાવો કર્યો છે કે જેમાં તેને કહ્યું છે કે તેની એન્ટિ-વાયરલ ડ્રગ ફેવિપિરાવીર કોવિડ -19 ની સારવારમાં ઘણી રીતે ફાયદાકારક છે.
ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માએ કયો દાવો
ફેવિપિરાવીર ડ્રગને કોરોનામાં ફાયદાકારક ગણાવી
એન્ટિ વાયરલ ડ્રગ છે ફેવિપિરાવીર દવા
ભારતીય દવા કંપની ગ્લેનમાર્ક ફાર્માના દાવા પ્રમાણે તેની એન્ટિ-વાયરલ ડ્રગ ફેવિપિરાવીર કોવિડ -19 ની સારવારમાં ઘણી રીતે ફાયદાકારક હોવાની જણાયું છે, આ દવા કોરોનાથી ઝડપી સારવારમાં પણ ઉપયોગી હોવાનું જણાયું છે. કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તારણો રેગ્યુલેટેડ ફેજના ત્રણ ક્લિનિકલ ટ્રાયલના પરિણામો પરથી બહાર આવ્યા છે.
શેર બજારોને કંપનીએ મોકલ્યો મેસેજ
શેર બજારોને મોકલેલા એક મેસેજમાં દવા કંપનીએ કહ્યું કે, ટ્રાયલના પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ ઇન્ફેક્ટીસ ડિસીઝિસ IJID માં પ્રકાશિત કરવામાં આવ્યા છે. કંપની ફેવિપિરાવીર ને ફીબીફ્લુ નામના બ્રાન્ડ નામથી વેચે છે. કંપનીએ 150 દર્દીઓ પર ત્રીજા તબક્કાના ટ્રાયલ કર્યા છે.
ગ્લેનમાર્કે દાવો કર્યો કે ફેવિપીરાવીર સારવારમાં ઘણી રીતે ફાયદાકારક છે. તે ઝડપી સારવાર કરવામાં મદદ કરે છે. તે ઓક્સિજન ઉપચારની જરૂરિયાતને પણ ઘટાડે છે.આ સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે, "કોવિડ -19 ના નાના ચેપ સાથેના પુષ્ટિ થયેલા કેસોમાં, સારવાર દરમિયાન ફેવિપીરાવીર સપ્લિમેન્ટ આપવામાં આવતા દર્દીઓને હોસ્પિટલમાંથી વહેલી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓની ક્લિનિકલ સારવાર સમય ઘટીને 2.5 દિવસ થઈ ગયો છે.