બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The Indian cricketer, who has been out of the team for the last 4 years, will announce his retirement soon

ક્રિકેટ / ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરશે ભારતીય ટીમનો આ ખેલાડી, છેલ્લાં 4 વર્ષથી ટીમમાંથી છે 'આઉટ'

Premal

Last Updated: 07:02 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના હિટમેન ઓપનર રોહિત શર્મા છેલ્લાં ઘણા વર્ષોથી ભારતીય ટીમની તાકાત બની ગયા છે. ઈનિંગની શરૂઆત કરતા રોહિતે ભારતીય ટીમને ઘણી મેચમાં જીત અપાવી છે.

  • ભારતીય ટીમના આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય વિકલ્પ રહ્યો નથી
  • મુરલી વિજય ભારતીય ટીમમાં એક સમયે વિશ્વાસપાત્ર ઓપનર હતા
  • પરંતુ છેલ્લાં 4 વર્ષથી ભારતીય ટીમમાંથી છે 'આઉટ'

આ દિગ્ગજની કારકિર્દી પૂર્ણતાના આરે 

રોહિતે જ્યારથી ઓપનિંગમાં પોતાનુ સ્થાન બનાવ્યું છે ત્યારથી ઘણા ઓપનરોની કારકિર્દી સંપૂર્ણ રીતે તબાહ થયુ છે. આ યાદીમાં વધુ એક નામ છે, જે છેલ્લાં 4 વર્ષથી ટીમની બહાર છે. આ ખેલાડી પાસે હવે નિવૃત્તિ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ભારતીય ટેસ્ટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય એક સમયે ભારતીય ટીમના સૌથી વિશ્વાસપાત્ર ઓપનર હતા.  પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી વિજયને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયાની સામે મુરલી વિજયે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ પહેલા મયંક અગ્રવાલ અને બાદમાં રોહિત શર્માએ તેનુ પત્તુ કાપુ નાખ્યું. હવે એવુ લાગતુ નથી કે વિજયને ફરી વખત ટીમમાં ક્યારેય સ્થાન મળી શકે. કારણકે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટ ક્યાય પણ મુરલી વિજય આટલા સક્રિય દેખાતા નથી. 37 વર્ષીય આ ખેલાડીની પાસે હવે નિવૃત્તિ સિવાય કોઈ વિકલ્પ નથી. આ ખેલાડી કદાચ ટૂંક સમયમાં જાહેરાત કરી શકે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by murali vijay (@mvj8_fc)

કારકિર્દી શાનદાર રહી 

મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 61 મેચ રમી. જેમાં તેમણે 3982 રન બનાવ્યાં. આ દરમ્યાન તેમણે 12 સદી ફટકારી છે. વન-ડે અને ટી-20 ક્રિકેટમાં તેમને વધુ તક મળી નથી અને તેઓ કશું ખાસ કરી શક્યા નથી. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ ટીમમાંથી બહાર છે અને હવે રોહિત શર્મા અને કેએલ રાહુલના ફોર્મને જોતા એવુ લાગી રહ્યું છે કે આગામી સમયમાં ટીમમાં તેમને સ્થાન મળશે પણ નહીં.
 

સંકળાયેલા મુદ્દાઓ

Indian team Murli Vijay ODI Series Rohit Sharma T-20 Series Virat Kohli Murli Vijay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ