બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'વી પ્રોટેક્ટ' ચરિતાર્થ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે કર્યું દિલધડક રેસ્ક્યૂ, દીવના દરિયામાં માછીમારને ઉગાર્યો
Last Updated: 09:33 PM, 12 November 2024
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ફરી એકવાર દરિયા વચ્ચેથી એક માછીમારને બચાવીને તેમના સૂત્ર – “વી પ્રોટેક્ટ” એટલે કે, “અમે રક્ષા કરીશું” ને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ગત તા.11 નવેમ્બરના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને તાત્કાલિક સહાય માટે એક ફોન કોલ મળ્યો હતો. આ ફોન કોલમાં જણાવ્યા અનુસાર દીવથી દક્ષિણ પૂર્વ દિશામાં આશરે 60 કિમી દૂર દરિયા વચ્ચે એક ભારતીય ફિશિંગ બોટ – ધનપ્રસાદ (Regd No. IND-GJ-14-0597) પર સવાર એક માછીમારની તબિયત ખરાબ થતા ગંભીર અને કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી.
ADVERTISEMENT
માછીમારને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી
ADVERTISEMENT
વાતની ગંભીરતાને ધ્યાને લઈ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન-પીપાવાવ દ્વારા તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્ટર બોટ ICGS C-419ને આ માછીમારના જીવનને બચાવવાનું લાઈફસેવિંગ મિશન સોંપવામાં આવ્યું હતું. આ ફોન કોલને ઝડપી પ્રતિસાદ આપી ગણતરીના સમયમાં જ ઇન્સ્પેક્ટર બોટ ICGS C-419 દરિયા વચ્ચે ફિશિંગ બોટ ધનપ્રસાદ સુધી પહોંચી હતી. કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી અને ત્યારબાદ બનતી ત્વરાએ દર્દીને RNEL જેટી-પીપાવાવ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના આ છે ડાયરેક્ટર્સ, મેડિકલ માફિયાઓએ આવી રીતે આપ્યું દર્દીઓને મોત
હાલ માછીમાર દર્દીની સ્થિતિ સ્થિર
RNEL જેટી-પીપાવાવ ખાતે સ્ટેશન મેડિકલ ઓફિસર દ્વારા તમામ મહત્વપૂર્ણ બાબતોની તપાસ કર્યા બાદ દર્દીને પરિવારના સભ્યોની હાજરીમાં જ વધુ તબીબી સારવાર માટે રાજુલાની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડની સમયસૂચકતા અને ઝડપી પ્રતિસાદના પરિણામે દર્દીની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, તેમ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.