The Indian Army will now respond to Chinese Army at border with Modern weapon Trishul, Vajra and Danda electric currents.
સજ્જ /
ચીનને 440 વૉલ્ટનો ઝટકો: આ હથિયારથી ભારતીય સેના સજ્જ થતાં ડ્રેગનની લાગશે કરંટ
Team VTV10:56 PM, 18 Oct 21
| Updated: 11:20 PM, 18 Oct 21
સરહદ પર ચાલાકીનો જવાબ હવે ત્રિશુલ,વજ્ર અને ડંડાના કરંટથી અપાશે, ભારતીય સેનાને અપાયા આધુનિક હથિયાર
હવે ગલવાનમાં નહીં ચાલે ચીનની ચાલાકી
વજ્ર, ત્રિશૂલ,ભદ્ર, ડંડ, તૂટશે ચીનનું ઘમંડ
બિનપારંપરિક હથિયારનો આધુનિક અવતાર
ગલવાન ઘાટીમાં ઘર્ષણ સમયે ચીની સેનાએ ભારતીય જવાનો વિરુદ્ધ તાર વાળા ડંડાનો ઉપયોગ કર્યો હતો. જે બાદ ચીની સેનાનો સામનો કરવા ભારતીય જવાનો માટે બિનઘાતક હથિયાર બનાવડાવ્યા. જેમાં ભગવાન શિવનું ત્રિશુળ અને ઈંન્દ્ર ભગવાનનું વજ્ર તૈયાર કરાયું છે. શાં માટે આ હથિયારો બનાવાયા છે અને કઈ રીતે કામ કરે છે તેની માહિતી મેળવીએ...
ચીનની સેનાએ તારવાળા ડંડા.અને પથ્થરોથી ભારતીય સેના પર હુમલો કર્યો હતો
ચીનના આ દગાને ભૂલી શકાય તેમ નથી.15 જૂન 2020ના રોજ ચીને દગાખોરીની તમામ હદ પાર કરીને પીઠમાં છરો ભોંક્યો હતો. વાત શાંતિની થઈ રહી હતી.પરંતુ ચીને શાતિરપણ અપનાવ્યું.ચીનની સેનાએ તારવાળા ડંડા.અને પથ્થરોથી ભારતીય સેના પર હુમલો કર્યો હતો. ગલવાનમાં બંને દેશની સેના હથિયારોનો ઉપયોગ કરતી નથી.પરંતુ ચીને બિનપારંપારિક હથિયારોનો ઉપયોગ કરીને બતાવી દીધું કે તે કઈ હદ સુધી જઈ શકે છે.
ગલવાનમાંથી સબક લઈને હવે ભારત પણ તૈયાર છે. લદ્દાખ અને ચીન સેના પર સુરક્ષા કરતાં જવાનો આવા બિનપરંપરાગત હથિયારો તૈયાર થઈ રહ્યા છે. જે દુશ્મનને તેની જ ભાષામાં જવાબ આપે.વ્રજ ત્રિશુલ.સેપરપંચ.ડંડ.અને વજ્ર એવા હથિયાર છે.જે છે તો પારંપારિક પણ ટેકનોલોજી સાથે જોડાઈને તે ખૂબ જ ઘાતક બની ગયા છે.દરેક હથિયારની પોતાની ખાસિયત છે.
જોરદાર કરંટથી દુશ્મનોને ઊભી પૂછડીએ ભગાડશે.
વજ્ર એક મેટલની લાઠી છે. જેમાં દુશ્મનને જોરથી ઝટકો આપવા માટે કરંટ છે.સામે આવનાર કોઈપણ દુશ્મનને થોડીવાર સુધી બેભાન કરી શકે છે.તો ત્રિશુલ ભગવાન શિવનુ હથિયાર મનાય છે.ત્રિશુલ ખૂબ ધારદાર અને ખતરનાક છે. તેમની અણી એવી ધારદાર હોય છે કે માણસના શરીરમાંથી આરપાર નીકળી જાય.ત્રિશૂલમાં કરંટ વહેતાં તે વધુ ઘાતક બની ગયું છે.
સેપર પંચ વીજળીવાળા ગ્લવ્ઝ છે. જે દુશ્મનને પંચ મારવામાં કામ લાગે છે. લગભગ 8 કલાક સુધી વીજળીથી ચાર્જ રહે છે. સેપરપંચ શૂન્યથી માઈનસ 30 ડિગ્રી સુધી તાપમાનમાં કામ કરી શકે છે.ડંડો વીજળીથી ચાલે છે.ડંડો 8 કલાક વીજળીથી ચાર્જ રહી શકે છે. આ ડંડો જેને પણ પડશે તે ફરી પાછું વળીને નહીં આવે. ભદ્ર એક ખાસ પ્રકારની ઢાલ છે. ઢાલ જવાનોને પથ્થરોના હુમલાથી બચાવશે. તેમાં વહેતો જોરદાર કરંટ દુશ્મનોને ઊભી પૂછડીએ ભગાડશે.
કઈ કંપનીએ હથિયાર બનાવ્યા?
નોઈડાની અપેસ્ટ્રોન કંપનીએ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ હથિયારોને ડિઝાઈન કર્યા છે. ભારતીય સેના હવે LAC પર ચીનની સેનાને જોર કા ઝટકા ધીરે સે આપવા માટે સજ્જ છે.તો ચીન હવે સાબદુ થઈ જજે.નહીં ચાલે સરહદ પર ચાલાકી.