હવે વિદેશથી આયાત કરવામાં આવનાર ચીજવસ્તુઓ મોંઘી થશે. બજેટ પૂર્વે વાણિજ્ય મંત્રાલયે નાણાં મંત્રાલયને ઇમ્પોર્ટેડ સામાન પર બોર્ડર એડ્જસ્ટમેન્ટ ટેક્સ લગાવવા અનુરોધ કર્યો છે. આ ટેક્સ લગાવવાથી ઇમ્પોર્ટેડ સામાન પર મળનારી વિવિધ છુટછાટો બિનઅસરકારક બની જશે.
આયાત કરવામાં આવનાર ચીજવસ્તુઓ મોંઘી થશે
નાણાં મંત્રાલયને બોર્ડર એડ્જસ્ટમેન્ટ ટેક્સ લગાવવા અનુરોધ કર્યો
તેને લાગુ કરવા કસ્ટમ એક્ટમાં સુધારો કરવો પડશે
આ છુટછાટમાં ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી, ક્લીન એનર્જી સેસ અને જીએસટીના દાયરાની બહાર રહેતાં ઇંધણ અને રોયલ્ટી પર મળનારી છુટછાટનો સમાવેશ થાય છે. કોમર્સ સેક્રેટરી અનુપ વાધવાને જણાવ્યું હતું કે એવા ટેક્સ જે જીએસટીના ભાગરૂપ નથી તે ઘરેલુ પ્રોડક્ટની કિંમતમાં વધારા માટે કારણરૂપ બને છે. સાથે તેમણે જણાવ્યું હતું કે કેટલીક છુટછાટો જીએસટીમાં સામેલ કરવામાં આવી નહીં હોવાથી તેના પર ઇનપુટ ક્રેડિટ ઉપલબ્ધ નથી.
આ સંજોગોમાં હવે બે વિકલ્પ તૈયાર કરવામાં આવ્યા છે. એક વિકલ્પમાં બોર્ડર એડ્જસ્ટમેન્ટ ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. તેના લાગુ કરવા કસ્ટમ એક્ટમાં સુધારો કરવો પડશે. બીજો વિકલ્પ નોન ક્રેડિટેબલ ટેક્સના રિફંડની મંજૂરી આપવાનો છે.