બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / The impact of the epidemic is even greater than we could have imagined: External Affairs Minister S. Jaishankar

નિવેદન / મહામારીનો પ્રભાવ આપણી સમગ્ર કલ્પના કરતાં પણ વધુ: વિદેશ મંત્રી એસ. જયશંકર

Shalin

Last Updated: 04:33 PM, 21 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત - આસિયાન દેશોની નેટવર્ક ઓફ થિંકટેન્કસની મિટિંગને સંબોધતા વિદેશ મંત્રી એસ જયશંકરે  કહ્યું હતું કે આ રોગચાળો અને તેનો પ્રભાવ આપણી  સમગ્ર કલ્પના કરતાં પણ વધુ હશે. આવી સ્થિતિમાં જરૂર હોય છે વધુ બહુપક્ષીયતાની દેખાડવાની પણ કમનસીબે આ સમયે જ તેની સૌથી વધુ કમી છે.

  • બહુરાષ્ટ્રીયતાની સૌથી વધુ જરૂર ,પણ તે આજે સૌથી ઓછી છે:એસ જયશંકર 
  • આ રોગચાળાનો પ્રભાવ આપણી સમગ્ર કલ્પના કરતાં પણ વધુ હશે
  • 1929ની મહામંદી પછી વૈશ્વિક અર્થતંત્રને નુકસાનની સૌથી મોટી આગાહી

વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વના વિવિધ પ્રદેશોમાં ફાટી નીકળેલા કોરોના વાયરસ રોગચાળા દ્વારા સર્જાયેલા અભૂતપૂર્વ પડકારોનો ઉલ્લેખ કરતાં એવા મતલબનું કહ્યું હતું કે આવા સમયે જ વિવિધ દેશો વચ્ચેનો સહકાર જે સૌથી વધુ પ્રભાવી બની શકે તેમ હતો આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળી શકવા માટે તેવા જ સમયે તે તેના નિમ્નતમ સ્તર પર છે. 

ભારત આસિયાન નેટવર્ક ઓફ થિંકટેન્કની બેઠકને સંબોધી રહ્યા હતા વિદેશમંત્રી 

વિદેશ મંત્રી એસ જયશંકરે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બહુપક્ષીયતા જ્યારે સૌથી વધુ જરૂરી હતી ત્યારે જ તે સૌથી ઓછી હતી, આસિયાન-ભારત નેટવર્ક થિંક ટેંકનો એક કાર્યક્રમ જયશંકરે સંબોધન કરતાં કહ્યું હતું કે વિશ્વ હવે પહેલા જેવુ નહીં રહે અને રોગચાળાની અસર 'એકંદરે આપણી કલ્પનાશીલતા' કરતાં પણ વધુ હશે. પોતાના ડિજિટલ ભાષણમાં વિદેશમંત્રીએ કહ્યું હતું કે,  હાલના અંદાજ મુજબ, એકંદર વૈશ્વિક નુકસાન 5800 થી 8800 અબજ ડોલર (5.8 - 8.8 ટ્રિલિયન ડોલર) અથવા વૈશ્વિક જીડીપીના 6.5 થી 9.7 ટકાની વચ્ચે રાખવામાં આવ્યું છે.1929ની મહામંદી પછી નિશ્ચિત રૂપે આ અર્થતંત્રને નુકસાનની સૌથી મોટી આગાહી છે.

 

આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે મળીને કામ કરવાની જરૂર 

તેમણે કહ્યું કે, ''રોગચાળાને કારણે જીવન અને આજીવિકાને ખરેખર કેટલી હદે નુકસાન થયું છે તે હજી અસ્પષ્ટ છે. દુનિયાની પુન: રિકવરી માટે જયશંકરે કહ્યું કે રોગચાળો માનવ અસ્તિત્વ સાથે સંકળાયેલ અદ્રશ્ય બાબતોને પ્રકાશમાં લાવ્યો છે. છે, જે વૈશ્વિકરણના સંદર્ભમાં છે. તે જ સમયે, નવા ઊભા થયેલા પડકારોનું સર્વમાન્ય સમાધાન શોધવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે વધુ ગંભીરતાથી સાથે મળીને કામ કરવાની જરૂર છે. 

વિદેશમંત્રી એવા મતલબની વાત કરી હતી કે ઘણી વાર દેશોની પોતાની નીતિના અનુસાર અમુક મુદ્દાઓ પર ના કહેવાની પણ એક સીમા હોય છે, પણ આ મુદ્દે સૌથી વધુ આતો આંતરરાષ્ટ્રીય સમુદાયે સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ સમયે બહુરાષ્ટ્રીયતાને સાથે મળીને કામ કરવાની જરૂર હતી પણ તે જ સમયે તે સૌથી વધુ ઓછી દેખાડવામાં આવી. વિદેશમંત્રીના વિધાનું મતલબ હતું કે કોરોના વાયરસ એક વૈશ્વિક મુદ્દો છે અને તેની અસર સમગ્ર વિશ્વ અને સમગ્ર માનવજાતિ પર છે તો તેનું સમાધાન પણ સૌ દેશોએ સાથે મળીને શોધવાનું છે, પણ આ સમયે જ્યારે આપણે વૈશ્વિકરણના યુગમાં રહીએ છીએ તેરે જ વૈશ્વિક એકતા જેટલી જોઈએ તેના કરતાં ઓછી દેખાઈ રહી છે. 

ઉલ્લેખનીય તથ્ય છે કે, વિશ્વમાં 2.2 મિલિયન લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે અને 7,80,000 લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા દેશોની અર્થવ્યવસ્થાને પણ ઘણું નુકસાન થયું છે. ભારતમાં કોવિડ -19 માં 28 લાખ લોકોને ચેપ લાગ્યો છે અને 53,800 લોકો મૃત્યુ પામ્યા છે.

શું કહ્યું વિદેશમંત્રીએ વધુમાં..?

જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણના ઉગ્ર સ્પર્ધાત્મક સ્વભાવને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં, વિશ્વનો વિચાર કરવાનો મોટો મુદ્દો એ માત્ર અર્થવ્યવસ્થાની સ્થિતિ જ નહીં, પણ સમાજને નુકસાન કે શાસન સામે પણ ઉઠી રહેલા પડકારનો મુદ્દો છે. જયશંકરે કહ્યું, "વૈશ્વિક બાબતોની ભાવિ દિશા, આપણે રહેવા માટે કેવી વ્યવસ્થા કે અવ્યવસ્થા બનાવીશું તેના પર રહે છે''


વિદેશ પ્રધાને કહ્યું કે હાલની પરિસ્થિતિના પરિણામે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વિશ્વાસ બનવો એજ સૌથી મોટી ઉપલબ્ધિ છે. 

તેમણે કહ્યું, "અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે ઘણી જગ્યાએ રાષ્ટ્રીય સુરક્ષાની વ્યાખ્યાને પુન: પરિભાષિત કરવામાં આવી રહી છે જેથી તેમાં આર્થિક સુરક્ષાનો મુદ્દો પણ સમાવી શકાય. તાજેતરમાં જ તેનાથી ટેકનિક, આઇડિયાવગરે ની સુરક્ષા સંબંધી મુદ્દા ઉદભવ્યા અને તેના વિશે નવા પ્રશ્નો પણ ઊભા થયા." તેમણે કહ્યું કે રોગચાળો વૈશ્વિક આરોગ્યના મહત્વને દર્શાવે છે. એક ધ્રુવીય વિશ્વમાં સામરિક સ્વાયત્તતા પર વધુ ભાર મૂકાતો, જ્યારે હવે વૈશ્વિક આપૂર્તિ ચેઇન એક એ દુનિયાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. 

વિદેશ મંત્રીએ 10 આસિયાન દેશો સાથે ભારતના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારત સહિત ઘણા અન્ય દેશો તેના સંવાદમાં ભાગીદારો છે, જેમાં યુએસ, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ તેમાં સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

India S Jaishankar asean summit minister of external affairs આસિયાન ભારત વિદેશ મંત્રાલય વિદેશ મંત્રી comment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ