બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:13 PM, 15 June 2024
ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં ફરીએકવાર વધારો કરાયો છે..રાજ્ય સરકારે વધુ 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધારી દીધી છે.. આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. મહત્વપૂર્ણ છે કે ઇમ્પેકટ ફીની મુદ્દત 15 જૂનના રોજ પુરી થઇ રહી હતી.
ADVERTISEMENT
સરકારે 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે
ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી ગુજરાત સરકારે 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. છેલ્લે ચૂંટણીઓને જોતા સરકારે ઇમ્પેકટ ફીની મુદતમાં 15મી જૂન સુધી વધારો કર્યો હતો. ઇમ્પેકટ ફીની મુદતમાં વધારો કર્યા છતાંય ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવામાં લોકોની નિષ્ક્રિયતા જોવા મળી છે.. વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાતો કર્યા છતાંય લોકોનું વલણ ઉદાસીન રહ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદમાં આટલી અરજીઓ આવી
અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે છેલ્લા એક વર્ષમાં ઇમ્પેક્ટ ફીની 53175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 31876 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ હાલમાં પેન્ડિંગ છે.
આ પણ વાંચોઃ ખેડૂતો આનંદો: આગામી 20 જૂનથી ગુજરાત સરકાર ઉનાળુ મગની ટેકાના ભાવે કરશે ખરીદી
નિકાલ ન થવાના ઘણાં કારણો
ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર ઇમ્પેક્ટ ફીની અરજીઓનો પૂરો સુધી નિકાલ થઈ શક્યો નથી. જે અન્ય અરજીઓ છે તેના માટે સ્ક્રુટીની ચાલી રહ્યું છે. લોકો પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા ન કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.