બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / The husband went to the office, the wife called her lover to convince her, but the device caught Paul
Vishal Khamar
Last Updated: 08:23 PM, 26 December 2022
ADVERTISEMENT
એક પતિએ તેની પત્નિને અન્ય પુરૂષ સાથે ઝડપી. આ પછી પતિએ પત્નીના પ્રેમીને છરી વડે મારી નાખવાની ધમકી આપી હતી. પત્નીનો પ્રેમી, પતિનો પૂર્વ સહકર્મચારી રહી ચૂક્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન, કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પતિએ તેની પત્નીને બેબી મોનિટર દ્વારા તેઓની વાતચીત સાંભળી. તે બાળકનું મોનિટર પતિના ફોન સાથે જોડાયેલું હતું.
મામલો બ્રિટનનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે મેરેક ફેકો ઓફિસમાં હતા ત્યારે તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે વાતો કરતા સાંભળી હતી. જે બાદ તે સીધો ઘરે ગયો અને પત્નીના પ્રેમીને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપવા લાગ્યો.
47 વર્ષીય મેરેકને તેની પત્ની પર ઘણા સમયથી શંકા હતી. પરંતુ જ્યારે તેણે પત્નીને તેના પ્રેમી સાથે વાતો કરતા સાંભળી ત્યારે તેની શંકા એકમદ પાકી થઈ ગઈ. વાસ્તવમાં કપલના બેડરૂમમાં બેબી મોનિટર લગાવવામાં આવ્યું હતું. પત્નીએ મોનિટર ઊંધું કરી નાખ્યું હતું પણ અવાજ બંધ કરવાનું ભૂલી ગઈ હતી.
ADVERTISEMENT
મારેકની પત્નીનું તેના એક પૂર્વ સહકર્મી સાથે અફેર
કાર્લિસલ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન, મારેક ફેકોએ સ્વીકાર્યું કે તેણે તેની પત્નીના પ્રેમીને છરી બતાવી ધમકી આપી હતી. કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હું છેલ્લા પાંચ મહિનાથી તેની પત્નીના વિશ્વાસઘાતના પુરાવા શોધી રહ્યો હતો. પ્રોસીક્યુટર ટિમ ઇવાન્સે કહ્યું- મારેકની પત્નીનું તેના એક પૂર્વ સહકર્મી સાથે અફેર હતું.
ટિમ ઈવાન્સે કહ્યું- આ ઘટના 31 ઓક્ટોબરની છે. ત્યાં સુધીમાં મારેકની પત્નીનું લગભગ સાડા પાંચ મહિના સુધી અફેર હતું. મેરેકને તેની પત્નીના મેસેજ વાંચીને તેમના અફેર વિશે ખબર પડી. પરંતુ તેમ છતાં બંને સાથે રહેતા હતા.
જજ નિકોલસ બાર્કરે કેસનો ચુકાદો આપતાં મારેકને કહ્યું- પત્નીનાં દગા વિશે જાણીને તમે ચોક્કસ દુઃખી અને ગુસ્સે થશો. તમારા બંનેના લગ્નને 11 વર્ષ થયા હતા અને એક સાથે પરિવારની જેમ રહો છો.
મારેક પર તેની પત્ની અને તેના પ્રેમીને એક વર્ષ સુધી મળવા પર પ્રતિબંધ
ન્યાયાધીશ નિકોલ્સે મારેકને 18-મહિનાની સામુદાયિક સેવા અને 120 કલાક અવેતન કામની સજા સંભળાવી. આ ઉપરાંત મારેક પર તેની પત્ની અને તેના પ્રેમીને એક વર્ષ સુધી મળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.