બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The husband got rid of the suspicion of immoral relationship with the wife who was getting ready in new clothes

અમદાવાદનો કિસ્સો / નવાં કપડા પહેરીને તૈયાર થતી પત્ની પર અનૈતિક સંબંધોની શંકા જતા પતિએ પતાવી દીધી

ParthB

Last Updated: 03:20 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ની રોજ રોજ નવાં કપડાં પહેરે એટલે તેનું કોઈ સાથે અફેર છે તેવી શંકાને લઈને પતિએ પત્ની ક્રુરતાથી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.

  • પરણિતાને રોજ નવા કપડાં પહેરવાનો શોખ ભારે પડ્યો 
  • પત્નીને નવાં કપડાં પહેરવાનો શોખ પતિને ખટક્યો
  • અનૈતિક સંબંધોની શંકા જતા પતિએ પતાવી દીધી

અમદાવાદના શાહઆલમમાં ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ ‌સિમરનની હત્યા કરીને નાસતા ફરતા પતિ આમીરની પોલીસે ગણતરીના ‌ દિવસોમાં ધરપકડ કરીને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી દીધો છે. ‌સિમરનને નવાં કપડાં પહેરવાનો શોખ હતો, જેના કારણે પતિ આમીરને તેના પર શંકા થતી હતી કે તેનું કોઇ યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે. બસ, આ શંકાના કારણે વેલેન્ટાઇન ડેના આગલા દિવસે આમીરે ખૂની ખેલ ખેલીને ‌સિમરનનું ઢીમ ઢાળી દીધું હતું.         

સિમરનને  રોજ નવા કપડાં પહેરવાનો શોખ ભારે પડ્યો 

દાણીલીમડા વસિ્તારમાં રહેતા અને સિલાઈકામ કરીને ગુજરાન ચલાવતો આમીર તેની પત્ની ‌સિમરનની હત્યા કરીને નાસી ગયો હતો, જે હાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. આમીરનાં લગ્ન થોડાં વર્ષ પહેલાં સિમરન નામની યુવતી સાથે થયાં હતાં અને બંને જણાં રાજીખુશીથી જીવન ગુજારી રહ્યાં હતાં. દરમિયાનમાં આમીરને ‌સિમરન પર શંકા ગઇ હતી કે તે કોઇ યુવકના પ્રેમમાં છે અને તેની સાથે અનૈતિક સંબંધો પણ છે. ‌સિમરનના સંબંધોના મામલે આમીર તેની સાથે અનેક વખત બબાલ કરતો હતો અને તેને માર પણ મારતો હતો.  

અનૈતિક સંબંધોની શંકા જતા પતિએ પતાવી દીધી

આમીરની શંકા એ હદે વધી ગઇ કે તેણે ‌સિમરનની હત્યા કરવાનું નક્કી કરી દીધું હતું, જેના કારણે તેણે કાવતરું ઘડ્યું હતું. ‌સિમરનને નવાં નવાં કપડાં પહેરવાનો શોખ હતો, પરંતુ તેને જરા પણ અંદાજ હતો નહીં કે તેનો આ શોખ તેના માટે મોત બનીને આવશે. ‌સિમરન નવાં કપડાં પહેરતી હતી ત્યારે આમીરને ઇર્ષા થતી હતી અને શંકા થતી હતી કે તેનું કોઇ સાથે ચક્કર ચાલી રહ્યું છે. આ મામલાને લઇ આમીરે ‌સિમરનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ગણતરીના ‌દિવસોમાં આમીરની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Police ahmedabad arrest murder અમદાવાદ ગુજરાતી ન્યૂઝ ધરપકડ પોલીસ હત્યા Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ