બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / The husband fulfilled his wish to give all his jewelery to the Ram temple before his wife's funeral

દાન / રામ મંદિર માટે આવું દાન નહીં જોયું હોય, પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા પતિએ 7 લાખના ઘરેણાં આપ્યાં

Nikul

Last Updated: 09:38 PM, 16 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરનાં નિર્માણ માટે આમતો ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે પણ જોધપુરમાં રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો જાણવા મળ્યો છે જે જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.

  • રાજસ્થાનની મહિલાએ અંતિમ સંસ્કાર પહેલા ઘરેણા શ્રી રામને આપવાની ઇચ્છા વ્યક્ત કરી
  • પતિએ અંતિમ સંસ્કાર પહેલા ઘરેણા એકત્ર કરીને પ્રચારકનો સંપર્ક સાધ્યો
  • ઘરેણામાં 15 તોલા સોનુ અને 23 ગ્રામ ચાંદી હતુ 

મૃત્યુ પહેલા ઇચ્છા વ્યક્તિ કરી હતી

જોધપુરની રહેવાસી આશાબહેન હાલ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે પણ તેમણે મૃત્યુ પહેલા તેમની એક ઇચ્છા વ્યક્ત કરી હતી કે, મૃત્યુ બાદ તેમનાં બધા ઘરેણા રામ મંદિરનાં નામે કરી દેવામાં આવે. તેમની ઇચ્છા હતી કે તેમનાં અંતિમ સંસ્કાર પહેલા તેમનાં ઘરેણા રામ મંદિરનાં નામે કરી દેવામાં આવે.

ભંડોળ ભેગુ કરનારનો સંપર્ક સાધ્યો

રામ મંદિર હેઠળ જોધપુરમાં સમર્પણ ભંડોળ ભેગુ કરનાર પ્રચારક હેમંતને ફેબ્રુઆરીએ ફોન પર આવ્યો અને કહેવામાં આવ્યું કે હું વિજયસિંહ બોલી રહ્યો છું મારી પત્ની આશા રામ મંદિર માટે તેનાં ઘરેણા દાન કરવા માંગે છે. આજે તે દુનિયા છોડીને ચાલી ગઈ છે. ત્યારબાદ વિજયસિંહનું ગળુ રુંધાઈ ગયુ અને તે કશું બોલી ના શક્યો. પછી રોતા રોતા તે બોલ્યો આપ આવો અને તેનાં અંતિમ સંસ્કાર પહેલા તેનાં ઘરેણા લઈ જાઓ. તેની અંતિમ ઇચ્છા હતી કે તેનાં બધા ઘરેણા ભગવાન શ્રી રામનાં અર્પણ કરવામાં આવે.

ઇચ્છા સાંભળી પ્રચારક સ્તબ્ધ થઈ ગયા

આ સાંભળીને પ્રચારક હેમંત સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું કે, તમે અંતિમ સંસ્કાર કરાવો અમે તેમની ઇચ્છાની પૂર્તી કરીશું. આશાએ 1 ફેબ્રુઆરીએ તેનાં પતિ વિજય અને દીકરા મનોહરને કહ્યું હતું કે તે શ્રી રામ મંદિર માટે તેનાં બધા ઘરેણા દાન કરવા માંગે છે. 

ઘરેણા લેવાનો નિયમ નાં હોવાથી ઘરેણા વેચીને પૈસા દાન કર્યા

દીકરા મનોહરે તેની માતાની અંતિમ ઇચ્છા માનતા કહ્યું કે હું જાણકારી લાવીશ કે ઘરેણા કેવી રીતે આપવામાં આવે છે. ત્યારબાદ પરિવારજનોએ સંપર્ક કર્યો તો નિયમો અંતર્ગત ઘરેણા દાનમાં નથી લેવામાં આવતા. જેથી પરિવારજનોએ 15 તોલા સોનુ અને 23 ગ્રામ ચાંદી સોનીને વેચીને 7,08,521 રુપિયા મેળવ્યા અને તે રકમ દાનમાં આપી.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Rajsthan donation ram mandir અયોધ્યા દાન રાજસ્થાન રામમંદિર ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ