બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / The home minister cut the kite by pulling it, the MLAs made a fuss

મકરસંક્રાતિ / ગૃહમંત્રી શાહે ખેંચીને કાપ્યો પતંગ, કાર્યકરોએ લગાવ્યા જય શ્રીરામના નારા-પત્નીએ પ્રેમથી કહ્યું, હાથમાં પટ્ટી લગાવો

Priyakant

Last Updated: 03:05 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી શાહે ખેંચીને પતંગ કાપતા કાર્યકરો આવી ગયા મોજમાં, લગાવ્યા જય શ્રીરામના નારા, ધાબે બેસીને ઊંધિયું પણ ખાધું

  • અમિત શાહે પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ ઉજવી 
  • અમિત શાહે ખેંચીને પેચ કાપતા લોકોએ લગાવ્યા જય શ્રી રામના નારા 
  • પત્નીએ ફીરકી પકડી અને  પ્રેમથી કહ્યું, હાથમાં પટ્ટી લગાવો
  • વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સાથે હતા ઉપસ્થિત 

સમગ્ર રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અમદાવાદની પોળમાં પતંગ ચગાવીને CMએ ઉત્તરાયણની ઉજવણી કરી. શહેરના દરિયાપુર વિસ્તારમાં નવા તળીયાની પોળમાં ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ મનાવી. CMએ પતંગ ચગાવીને સ્થાનિકોનો પણ ઉત્સાહ વધાર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આજે જગન્નાથજીના મંદિરે જઇને ભગવાનના દર્શન કર્યા હતા. સહપરિવાર સાથે અમિત શાહે જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન કર્યા. આ સાથે વેજલપુરમાં અમિત શાહે પતંગને પેચ લડાવી ખેંચીને પતંગ કાપ્યો હતો. 

અમિત શાહ ઊંઘીયુ ખાતા નજરે પડ્યા 

અમિત શાહ અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત હાલ આજે ગુજરાતમાં છે. તેઓએ પરિવાર અને ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ દરમ્યાન વેજલપુરમાં અમિત શાહે ઉત્તરાયણ પર્વને લઈ પતંગ ચગાવી ખેંચીને પતંગ કાપ્યો હતો. આ દરમ્યાન લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે, અમિત શાહ જ્યારે પતંગ ચગાવતા હતા ત્યારે તેમની પત્નીએ ફીરકી પકડી હતી.

અમિત શાહે ખેંચીને કાપ્યો પતંગ 

આ સાથે ધાબા ઉપર ઉડી-ઊડી પતંગ જેવા ગીતો DJમાં વાગતા હતા. મહતનું છે કે, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત હતા. આ દરમ્યાન અમિત શાહની પત્નીએ ટકોર કરી હતી કે, પટ્ટી લગાવી પતંગ ઉડાવો.     

અમિત શાહની કાર્યકરો સાથે ઉજવણી 
મહત્વનું છે કે, આજેસહપરિવાર સાથે અમિત શાહે જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન કર્યા. અમિત શાહે મંદિરની ગૌશાળામાં ગાય માતાની પણ પૂજા કરી હતી. આ સિવાય આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની પણ ઉજવણી કરશે. 

ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરની વીનસ પાર્કલેન્ડ સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરી આસપાસના લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યાં તેઓએ તલ-ચીકી અને ઉંધીયા-જલેબીનો સ્વાદ માણ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કરી ઉજવણી 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઉત્તરાયણનું મહાપર્વ અને મહાપર્વ હરહંમેશ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વ ગુજરાત અને આખા દેશભરમાં અને હવે તો માનનીય નરેન્દ્રભાઇએ જે પતંગોત્સવ શરૂ કરીને દેશ અને વિદેશમાં પણ આ પતંગોત્સવ શરૂ થયો છે ત્યારે આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ રહ્યો છે અને આજ પ્રમાણે દરેકે દરેક જણ ઉત્સાહથી આ તહેવાર ઉજવે. પરંતુ કોઇ પણ નાની ભૂલ કે કોઇ જીવ માટે અથવા તો પોતાના માટે જીવલેણ ન સાબિત થાય એનું ધ્યાન રાખે એવી મારી અપીલ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ