બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP ને સત્તા અને CM બંન્ને આપનાર વિસાવદર વિધાનસભા બેઠકનો ઇતિહાસ

ગસત્તાની ચાવી / BJP ને સત્તા અને CM બંન્ને આપનાર વિસાવદર વિધાનસભા બેઠકનો ઇતિહાસ

Last Updated: 01:17 PM, 23 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાનારી વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠકે ભાજપને પ્રથમ મુખ્યમંત્રી, સત્તા અને સ્થિર સરકાર ઘણું આપ્યું છે.

Gujarat Assembly Election : ગુજરાતની રાજનીતિને અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.વિસાવદર પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે.

શું છે વિસાવદરનો ઇતિહાસ

ગુજરાતમાં જ્યારે ભારે રાજકીય રસાકસી હતી અનેક વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યા હતા. સ્થિર સરકારની સખત જરૂર હતી ત્યારે 1995 માં પહેલીવાર ભાજપ સરકાર આવી હતી. ભાજપ સરકાર સત્તામાં આવી અને વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય કેશુભાઇ પટેલે 14 માર્ચ 1995 ના રોજ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. જો કે અગાઉ જનતા દળની સરકાર આવી ચુકી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં શરૂઆત હતી. ત્યાર બાદ અસ્થિર ગુજરાતને સ્થિર સરકાર મળવાની શરૂઆત થઇ. કેશુબાપાની સરકાર આવ્યા બાદ માત્ર એક જ વાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. પછી તો ગુજરાતને ન માત્ર સ્થિર પરંતુ કાયમી સરકાર મળી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી અને 1998 થી સતત ભાજપની સરકાર આવી તે આજ સુધી શાસનમાં છે.

કોણ છે ગોપાલ ઇટાલિયા?

ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કન્વીનર રહી ચુક્ય છે. હાલમાં તેઓ પાર્ટીના સંયુક્ત મહામંત્રી પણ રહી ચુક્યા છે. હાલમાં આમ આદમી પાર્ટીના સંયુક્તમહામંત્રી છે. તેઓ પોતાના બટકબોલા પણાને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અગાઉ અનેક મામલાઓમાં તેઓ વિવાદમાં રહે છે.

શું છે વિસાવદર બેઠકનું ગણિત

વિસાવદર બેઠક પહેલાથી જ પોતાના મિજાજના કારણે ચર્ચામાં રહેલી બેઠક છે. પાટીદાર બહુમતી ધરાવતી આ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ રહી ચુકી છે. આ બેઠક પર આશરે 1.50 લાખ કરતા વધારે પાટીદાર મતદારો છે. આ બેઠક પર કુલ 2.58 લાખ મતદાતાઓ છે. જેમાં આશરે 1.50 લાખથી વધારે પાટીદાર મતદારો છે. 21 હજાર જેટલા દલિત મત, 20 હજાર કોળી અને 12 હજાર મુસ્લિમ મતદાતાઓ છે.

શું છે બેઠક પર જનતાની માંગ

વિસાવદર બેઠક પાટીદારોનો ગઢ હોવા અને વર્ષો સુધી અહીંથી જીતનારા કેશુબાપા મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે તેમ છતા પણ અહીં વિકાસ મામલે જનતામાં ભારે અસંતોષ રહ્યો છે. સામાન્ય સારવાર માટે પણ રાજકોટ કે અમદાવાદ ખાતે જવું પડે છે. આ ઉપરાંત અહીં જનાવરોનો પણ ત્રાસ છે. રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાનો પણ અભાવ હોવાનું સ્થાનિક લોકો માંગ કરતા રહ્યા છે.

2022 માં જામ્યો હતો રસાકસીનો જંગ

વર્ષ 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો હતો. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભુપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરસનભાઇ વાળદોરીયા વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો. ચૂંટણીમાં આપના ઉમેદવારનો વિજય થયા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિસાવદર બેઠક કબ્જે કરી હતી. જો કે અચાનક 13 ડિસેમ્બર, 2022 ના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

ભુપત ભાયાણીએ આપ્યું રાજીનામું

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર બેઠક પર ભુપત ભાયાણીની જીત થયા બાદ હાઇકોર્ટમાં પીટીશન થઇ હતી. જેમાં જણાવાયું હતું કે, ભુપત ભાયાણીની ઉમેદવારી રદ્દ કરવામાં આવે કારણ કે તેમના ફોર્મમાં ક્ષતિ છે. જો કે ભુપત ભાયાણી ભાજપમાં જોડાઇ જતા આખરે આ કેસકરનાર હર્ષદ રિબડિયાએ પરત ખેંચી લીધો હતો. ત્યાર બાદ હવે ચૂંટણી જાહેર થઇ ચુકી છે.

બેઠકનો ઇતિહાસ

વર્ષ 1962 માં કોંગ્રેસના મદીનાબેન નાગોરી

વર્ષ 1967 માં SWA પક્ષના કે ડી ભેસાણીયા

વર્ષ 1972 માં કોંગ્રેસના રામજીભાઇ કરકર

વર્ષ 1975 માં કેએલપીના કુરજીભાઇ ભેસાણીયા

વર્ષ 1980 માં જેએનપીના ધીરજલાલ રિબડીયા

વર્ષ 1985 માં કોંગ્રેસના પોપટભાઇ રામાણી

વર્ષ 1990 માં જેડીના કુરજીભાઇ ભેસાણીયા

વર્ષ 1995 માં ભાજપના કેશુભાઇ પટેલ (પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સીએમ કેશુભાઇ પટેલ)

વર્ષ 1998 માં ભાજપના કેશુભાઇ પટેલ

વર્ષ 2002માં ભાજપના કનુભાઇ ભાલાળા

વર્ષ 2007 માં ભાજપના કનુભાઇ ભાલાળા

વર્ષ 2012 માં જીપીપીના કેશુભાઇ પટેલ

વર્ષ 2017 માં કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયા

વર્ષ 2022 માં આપના ભૂપત ભાયાણી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Bypoll gopal italia Visavadar Assembly bypolls
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ