બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'ડૂબી જવાની ઘટના ન બને તેની તકેદારી રાખો', ગણેશ વિસર્જન પર ગુજરાત HCનો આદેશ
Last Updated: 05:05 PM, 9 August 2024
ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાના કેસોને લઈ ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તહેવારો સમયે ડૂબી જવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા પણ આદેશ કર્યો છે. અત્રે જણાવીએ કે, આવનારા તહેવારોને ધ્યાને રાખીને તૈયારીઓ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
ADVERTISEMENT
વિસર્જન સમય ડૂબવાની ઘટના મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
ADVERTISEMENT
અત્રે જણાવીએ ગણેશ વિસર્જન સમય ડૂબવાની ઘટના બનતી હોય છે, જેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થતાં હોય છે. જ્યારે તંત્ર દ્વારા કુંડા બનાવવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે છતાં પણ ઘટના બનતી હોય છે ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે
આ પણ વાંચો: આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, વાહનચાલકો પરેશાન
સાબરમતી નદીમાં પ્રદુષણને મામલે સુનાવણી
તો બીજી તરફ આજે ગુજરાત હાઈકોર્ટેમાં અમદાવાદ સાબરમતી નદીમાં પ્રદુષણને લઈ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચોંકાવનારો દાવો સામે આવ્યો હતો. અગાઉની સુનાવણીમાં જે વીડિયો નદીમાં પ્રદુષણ છે તે બતાવતો હતો તે વીડિયો ખોટો હવાનો દાવો કરાયો છે. હાઈકોર્ટે આ બાબતને ગંભીર ગણાવી વીડિયોની ચકાસણી કરી હાઈકોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. કોર્ટે સમગ્ર મામલે એફિડેવિટ કરવા પણ જણાવ્યું હતું અને સુએજ પાઈપલાઈનનો પણ ઉલ્લેખ કરાયો હતો જેને લઈને હવે આગામી દિવસોમાં સુનાવણી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.