બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દિલ પાસે પણ હોય છે અલગ દિમાગ, યાદશક્તિ માટે કરે છે કાર્ય, કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Last Updated: 06:42 PM, 10 December 2024
ADVERTISEMENT
હૃદય સ્નાયુબદ્ધ પેશીઓથી બનેલું હોય છે, જે છાતીની મધ્યમાં સહેજ ડાબી સાઈડ હોય છે. જેની સાઈઝ 13 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ હોય છે. હૃદય શરીરમાં લોહીને ધકેલીને પમ્પ કરે છે. હૃદયમાં 4-5 હજાર ન્યુરોન્સ હોય છે, જે તેને ધડકવામાં અને રક્ત પરિભ્રમણ કરે છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે મગજ શરીરને નિયંત્રિત કરે છે અને દરેક અંગને આદેશ આપે છે. પરંતુ નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયેલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે હૃદય તેની મરજીનું માલિક હોય છે. તે મગજ પાસેથી આદેશ નથી લેતું પણ તેને આદેશ આપે છે.
સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ અને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું કે હૃદયની અંદર એક નર્વસ સિસ્ટમ હોય છે, જેને ઈન્ટ્રિસિક કાર્ડિયાક નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે, જે હૃદયના મગજ તરીકે કામ કરે છે. જેના કારણે તે મગજમાં સતત મેસેજ મોકલતુ રહે છે સાથે મગજ તેને સ્વીકાર પણ કરે છે.
ADVERTISEMENT
સંશોધકોએ ઝેબ્રાફિશની તપાસ કરી હતી જેના હૃદયની રચના અને કાર્ય કરવાની રીત માનવ હૃદય જેવી જ છે. હૃદયનો એક ચોક્કસ વિસ્તાર સિનોએટ્રિયલ પ્લેક્સસ (SAP) પર ફોકસ કરાયો હતો, જે હૃદયના પેસમેકર તરીકે કામ કરે છે. વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારના ન્યુરોન્સ શોધી કાઢ્યા છે આ ન્યુરોન્સ અલગ અલગ ન્યુરોટ્રાન્સમીટર જેવા કે એસીટીલ્કોલાઇન, ગ્લુટામેટ અને સેરોટોનિનનો ઉપયોગ કરે છે, જે હૃદયના ધબકારા નિયંત્રિત કરવા માટે સંકેતો આપે છે.
આ સિસ્ટમ શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં હૃદયને મદદ કરે છે. હૃદયના ધબકારા યોગ્ય રીતે રાખવા માટે હાર્ટ બ્રેઈન હોવું ખૂબ જ જરૂરી છે. જો કે હૃદયના મગજમાં વિચારવાની ક્ષમતા નથી હોતી. ઈન્ટ્રિસ્ક કાર્ડિયાક નર્વસ સિસ્ટમ એ ન્યૂરોન્સથી બનેલી જટિલ સિસ્ટમ છે જે કમ્પ્યુટર ચિપ જેવુ જ કાર્ય કરે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઈન્ટ્રિસ્ક કાર્ડિયાક નર્વસ સિસ્ટમ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની મેમરી બંને કાર્યો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.