બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The hearing of the case of extradition of Jamnagar mafia Jayesh Patel to India is over

ગુજસીટોક કેસ / કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને ગુજરાત લવાશે? લંડનની કોર્ટમાં સુનાવણી પૂર્ણ, જાણો ચુકાદો ક્યારે?

Malay

Last Updated: 11:00 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારતને સોંપવાના કેસની સુનાવણી પૂર્ણ ગઈ છે. લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટ આગામી 3 માર્ચના રોજ નિર્ણય કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

 

  • લંડનની કોર્ટમાં ચાલતી હતી જયેશ પટેલના કેસની સુનાવણી
  • આગામી 3 માર્ચના રોજ કોર્ટમાં આવી શકે છે ચુકાદો
  • જયેશ પટેલ સામે ગુજસીટોક સહિતના નોંધાયા છે ગુના

જામનગરના ભૂમાફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે અને તેને ભારતને સોંપાશે કે કેમ તેનો ચૂકાદો આગામી 3 માર્ચ 2023ના રોજ આવવાની સંભાવના છે.

ત્રણ ડઝનથી પણ વધારે નોંધાયેલા છે ગુના
ભૂમાફિયા  જયેશ પટેલ સામે જમીન કૌભાંડ, ખંડણી, હત્યા સહિતના ત્રણ ડઝનથી પણ વધારે ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તે ગુજસીટોક પ્રકરણમાં મુખ્ય આરોપી છે. થોડા વર્ષો અગાઉ દેશ છોડીને વિદેશ ભાગી ગયેલા મૂળ જામનગરના જયેશ પટેલ ઉર્ફે જયસુખ મુળજીભાઈ રાણપરીયાની માર્ચ 2021માં લંડન ખાતે ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. 

લંડનની કોર્ટમાં ચાલે છે કેસ  
જે બાદ ભારત સરકાર દ્વારા આરોપીનો પ્રત્યાપણથી કબ્જો લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ અંગેનો કેસ લંડનની કોર્ટમાં ચાલે છે. તાજેતરમાં થયેલી સુનાવણીમાં લંડનની  વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં જયેશ પટેલને વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર રખાયો હતો. આ દરમિયાન ભારત સરકાર વતી કલેર ડોબિન નામક ધારાશાસ્ત્રી હાજર રહ્યા હતાં.

3 માર્ચે કોર્ટ આપી શકે છે ચુકાદો
સુનાવણી દરમિયાન ધારાશાસ્ત્રી દ્વારા જયેશ પટેલની માનસિક સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લંડન કોર્ટમાં જામનગરના જમીન માફીયા જયેશ પટેલને ભારતને સોંપવાના કેસની સુનાવણી પૂર્ણ થઈ છે. જયેશ પટેલને ભારતને સોંપણી કરવાના મામલે લંડનની કોર્ટમાં આગામી માર્ચ મહિનામાં નિર્ણય કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ