એમપીના ઉજ્જેનમાં 12 વર્ષની વિકલાંગ બાળકી અને તેની સાથે માતા સાથે હેવાનિયતની એક કંપાવનારી ઘટના સામે આવી છે.
उज्जैन में एक छोटी बच्ची के साथ अत्यंत क्रूरतापूर्ण दुराचार का मामला देखकर रूह कांप जाती है। 12 साल की बेटी के साथ जिस तरह का दुष्कृत्य हुआ और जिस तरह से वह अर्धनग्न अवस्था में शहर के कई इलाकों में भागती रही और फिर बेहोश होकर सड़क पर गिर गई, उससे मानवता शर्मसार हो जाती है।
ऐसी…
એમપીના ઉજ્જેનમાં 12 વર્ષની વિકલાંગ બાળકી પર ગેંગરેપ
યુવતીની માતા સાથે પણ આચરાઈ બર્બરતા
અજાણ્યા શખ્સો બર્બરતા આચરીને ફરાર
ધર્મ નગરીના નામથી જાણીતા ઉજ્જૈનમાં એક એવી ઘટના સામે આવી છે, જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. અહીં ગેંગરેપનો ભોગ બનેલી 12 વર્ષની એક બાળકી લોહીથી લથપથ હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં મદદ માટે રડી રહી હતી, પરંતુ કોઈને દયા ન આવી. અઢી કલાકથી વધુ સમય સુધી ગલીઓમાં ભટકતી રહેતી આ છોકરીને હવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાએ કહ્યું છે કે તેની માતા પર પણ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને તે કોઈક રીતે ભાગી છૂટવામાં સફળ રહી હતી. પોલીસ ન તો તેની માતાને શોધી શકી છે કે ન તો તેઓ ગુનેગારોને શોધી શક્યા છે.
વિકલાંગ બાળકી પર થયો હતો ગેંગરેપ
પીડિતા લોહીના ખાબોચિયામાં પડી હતી અને શરીરના નીચેના ભાગ પર કપડાં પણ નહોતા. તે લાંબા સમય સુધી મદદ માટે ભટકતી રહી. બાળકી વિકલાંગ હોવાથી તેને કોઈ મદદ પણ કરતું નહોતું અને તે અહીંથી તહીં ભટકતી રહી હતી અને બાદમાં મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારના મુરલીપુરામાં બેભાન થઈ ગઈ હતી. આ પછી કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, તેના પર બળાત્કાર થયો છે. વધુ પડતું લોહી વહી જવાને કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. પીડિતાને વધુ સારી સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવી હતી, જ્યાં લોહી ચડાવ્યા બાદ તેની સ્થિતિમાં સુધારો થયો છે.
નરાધમોએ તેની મા સાથે પણ આચરી બર્બરતા
ઉજ્જૈનના એસપી સચિન શર્માએ જણાવ્યું કે, "પોલીસે આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. યુવતી ઉત્તર પ્રદેશની છે અને તેણે પોલીસને જણાવ્યું છે કે તેની માતા સાથે પણ નિર્દયતા કરવામાં આવી હતી. બાળકીના જણાવ્યા અનુસાર, તેની અને તેની માતાની સાથે કેટલાક લોકોએ તેની પર ગેંગરેપ કર્યો હતો. જેમ કરીને ભાગવામાં સફળ રહી હતી. તેણીને ખબર નથી કે આરોપીઓ કોણ હતા. બાળકીને તેની માતાની પણ ચિંતા સતાવી રહી છે, માતાનો હજુ સુધી પત્તો મળ્યો નથી.
લોકો જોતા જ રહ્યાં જરા પણ મદદ ન કરી
પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે જેમાં યુવતી ભટકતી જોવા મળી રહી છે. તે ઘરની બહાર ઉભેલા વ્યક્તિ પાસે મદદ માંગતી પણ જોવા મળી રહી છે. પણ એ માણસ તો માત્ર જોઈ જ રહ્યો. બાળકીએ એક મહિલાને તેની ઘટના વિશે પણ જણાવ્યું હતું, પરંતુ તેણે પણ ધ્યાન આપ્યું ન હતું. જે લોકોએ બાળકીને ભટકતી જોઈ તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. છોકરીનું ઓપરેશન કરાતા તેની તબિયત સારી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.