બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કારમાં AC શરૂ રાખીને સુવાની આદત બની શકે છે જીવલેણ, આ કારણો છે જવાબદાર
Last Updated: 03:08 PM, 19 June 2024
આ વખતે ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આકરી ગરમીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ગરમીથી બચવા માટે કેટલાક લોકો તો એર કંડિશનર (AC) ચાલુ રાખીને કારમાં સૂઈ રહ્યા છે. હવે આમ કરવાથી તમને રાહત મળી શકે છે પરંતુ તે ખૂબ જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં યુપીના ઈન્દિરાપુરમમાં એક વ્યક્તિ પોતાની કારનું એસી ચાલુ કરીને સૂઈ ગયો અને આ પછી તે ક્યારેય જાગ્યો નહીં. ગરમીથી રાહત મેળવવા માટે તેણે જે એર કંડિશનર ચાલુ કર્યું હતું તેના કારણે આ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ એવું કેમ થાય છે કે કારમાં એસી ચાલુ રાખીને સૂઈ જવાથી લોકો મૃત્યુ પામે છે? ચાલો એ વિશે જાણીએ.
ADVERTISEMENT
AC ચાલુ રાખીને કારમાં રહેવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તેના કારણે વ્યક્તિને ફ્રેશ ઓક્સિજન નથી મળી શકતું અને કાર્બન ડાયોક્સાઇડ રિસાયકલ થાય છે. જો કે સૌથી ઘાતક કાર્બન મોનોક્સાઇડ છે, જે ઘણીવાર કારમાં સૂતા લોકોના મૃત્યુનું કારણ બને છે. હવે આ કાર્બન મોનોક્સાઇડ તમારી કારમાંથી ધુમાડાની સાથે બહાર નીકળે છે, જે કાર બંધ હોય ત્યારે તમારી કેબિનમાં મોટી માત્રામાં જમા થઈ જાય છે.
જો કારના એન્જિનમાં કોઈ ખામી હોય અથવા એક્ઝોસ્ટ સિસ્ટમમાં કોઈ ખામી હોય તો એસી ચાલુ રાખીને બંધ કારમાં સૂવાથી કાર્બન મોનોક્સાઈડ લીક થઈ શકે છે. આ ગેસ માનવ શરીરમાં પ્રવેશ્યા પછી, તે હિમોગ્લોબિનમાં ભળી જાય છે, જેના કારણે શરીરના બાકીના ભાગોમાં ઓક્સિજન પહોંચી શકતો નથી અને વ્યક્તિ મૃત્યુ પામે છે. સાથે જ સમસ્યા એ છે કે આ કાર્બન મોનોક્સાઇડ સમસ્યા ગંધહીન ગેસ છે અને તેથી એ જાણી નથી શકતા કે શ્વાસમાં કેટલું ઝેર લઈ રહ્યા છીએ અને તે ધીરે ધીરે મૃત્યુનું કારણ બને છે.
બચવાના આ ઉપાયો
જો કારમાં AC ચાલુ કરવાની જરૂર હોય તો બારી થોડી ખોલો. આમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ નીકળી જશે અને ઓક્સિજન અંદર આવશે. જેના કારણે કારમાં બેઠેલા લોકોને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહીં પડે.
સાથે જ બંધ કારમાં હંમેશા એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. કારના રેડિએટર, એન્જીન અને એક્ઝોસ્ટ ફેનની નિયમિત સર્વિસ કરવી જોઈએ. ઉનાળામાં બંધ કારમાં એસી ચાલતું હોય ત્યારે કાર્બન મોનોક્સાઇડ ગેસ એન્જિનમાંથી પસાર થાય છે અને ઝેરી બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.