તૌકતે વાવાઝોડાની નુકસાનીના વળતરને લઈ હાઈકોર્ટનો મહત્વનો આદેશ, બીજી તરફ હાલ સૌરાષ્ટ્રમાં વરસાદી તારાજીનો સર્વે પૂરજોશમાં
ખેડૂતો માટે હાઈકોર્ટ તરફથી રાહતના સમાચાર
અરજીમાં રજૂઆત હતી કે સર્વેમાં ખોટા લોકોએ લાભ લીધો છે
સરકારે કેશ ડોલની સહાયમાં વ્યક્તિ દીઠ રૂ.50નો વધારો કર્યો
સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો જેને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે છતા વાવાઝોડામાં અસરગ્રસ્તોને કોઈ સહાય ન મળતા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર સામે સહાયની માંગ કરવામા આવી રહી છે ત્યારે તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્તોને વળતર ચુકવવા હાઈકોર્ટ વહારે આવી છે. હાઈકોર્ટેએ આદેશ આપ્યો છે કે નુકસાનીનું વળતર ઝડપથી ચૂકવવામાં આવે. સરકાર આ માટે યોગ્ય વ્યવસ્થા કરે.
તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્તોને વળતર ચુકવવા હાઈકોર્ટનો આદેશ
ચાર ચાર મહિનાના વાણા વિત્યા બાદ પણ ખેડૂતો તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનના વળતરથી વંચિત છે. પાક નુકસાનીના વળતરની જાહેરાત તો મોટી થઈ પણ વળતર ચૂકવામાં તંત્રના ઠાગાઠૈયા કરી રહી છે સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી જેમાં સર્વેમાં ખોટા લોકોએ લાભ લીધો છે અને જેને ખરેખર જરૂર છે તે નુકસાનીના વળતરથી વંચિત રહી ગયાનો મોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ખેડૂતોના પક્ષે તરફેણ કરી સરકારને ત્વરિત વંચિતને લાભ આપવાનો આદેશ કર્યો છે. બીજી તરફ હાલની સ્થિતિએ વરસાદે સૌરાષ્ટ્રમાં તારાજી બોલાવી છે એનો પણ સર્વે ચાલુ છે. નવી સરકાર પાસે લોકો આશા રાખી રહ્યા છે સહાય ઝડપથી ચૂકવી દેવામાં આવે.
સરકારે કેશ ડોલની સહાયમાં વ્યક્તિ દીઠ રૂ.50નો વધારો કર્યો
રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદના મામલે રાજ્ય સરકારે કેશ ડોલ સહાયમાં વધારો કર્યો છે.સરકારે કેશ ડોલની સહાયમાં વ્યક્તિ દીઠ રૂ.50નો વધારો કર્યો છે.અગાઉ રૂ.100 પ્રતિ વ્યક્તિ સહાય આપવામાં આવતી હતી.આ વધારાની રકમ અસરગ્રસ્તોને હપ્તા પેટે ચૂકવવામાં આવશે.આ સાથે રાજ્ય સરકાર ઘરવખરી નુકસાનીની સહાયમાં પણ વધારા અંગે વિચારણા કરી રહી છે.ઉલ્લેખનીય છે કે હાલ રૂ.3800 લેખે ઘરવખરી નુકસાનની સહાય ચુકવવામાં આવે છે.તથા આગામી સમયમાં મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે.
120 ગ્રામ સેવકને સર્વે માટે મોકલાયા: મંત્રી બ્રિજેશ મેરજા
જામનગરમાં સર્વેની કામગીરી મુદ્દે મંત્રી બ્રિજેશ મેરજાનું નિવેદન સામી આવ્યું છે. તેમણે ગુજરાતમાં છેલ્લા દિવસોમાં વરસાદની સ્થિતિને ટાંકતા કહ્યું કે ગુજરાતમાં અતિવૃષ્ટિ સર્જાઈ, ખેતીના પાકને નુકસાન થયુ છે, મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારની રૂબરુ મુલાકાત લીઘી, કૃષિ મંત્રીએ પણ રૂબરુ મુલાકાત લીધી હતી. ખેડૂતોની તાત્કાલિક સર્વેની માગ છે. પંચાયત હસ્તકના 120 ગ્રામ સેવકને સર્વે માટે મોકલાયા, ગ્રામ સેવકો જામનગર જિલ્લામાં નુકસાનીની સર્વે કરશે જે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે
હજુ સુધી ખેડૂતોને નથી મળી સહાય
ખેડૂતોને લાગી રહ્યું છે કે સહાયની વાત માત્ર કાગળ પર જ કરવામાં આવે છે અને સહાયના નામે માત્ર ઠાલા વચનો જ આપવામાં આવે છે ખેડૂતોને હજુ સુધી કોઈ સહાય ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવી રહ્યા છે ગીર સોમનાથ, ઉના, ગીર ગઢડા સહિત કોડિનારમાં પણ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો તૌકતે વાવાઝોડાના 4 મહિનાથી વધુ સમય વીતી ચુક્યો ગયો હોવા છતા સહાય કોઈ રકમ ન મળતા હવે ખેડૂતો નવી સરકાર પાસે આજીજી કરી રહ્યા છે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતા સહાય ખાતામાં જમા થતી નથી.