બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
Last Updated: 12:07 PM, 20 September 2024
રાજ્યભરમાં આવેલી કો-ઓપરેટીવ સોસાયટીની ટ્રાન્સફર ફી નાં માળખામાં ફરેફાર કરાશ. 33 વર્ષ બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફી માં ફેરફાર કરાશે. હવેથી પ્રોપર્ટીની કિંમત મુજબ ટ્રાન્સફર ફી લેવાશે. તેમજ વર્તમાન સમયમાં પાંચ થી પચાસ હજાર ટ્રાન્સફર ફી છે. સરકાર કો-ઓપરેટીવ સોસાયટી એક્ટની કમલ સુધારો કરશે.
ADVERTISEMENT
હાલ કો-ઓપરેટિવ સોસાયટીઓમાં આવેલ કોમર્શિયલ પ્રોપર્ટી અથવા તો ફ્લેટની રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલી ટ્રાન્સફર ફી ની રકમ રૂા. 5000 થી લઈને રૂા. 50,000 સુધી છે. ટ્રાન્સફર ફી માંથી સર્વિસ કો-ઓપરેટીવ સોસાયટીઓને મુક્તિ આપવામાં આવેલ છે.
ADVERTISEMENT
જ્યારે નવા નિયમો મુજબ સોસાયટીનો કોઈ પણ પ્રકાર હશે તણ તેને ધ્યાનમાં લીધા વિના સોસાયટીનાં તમામ સભ્યોએ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે. સરકારમાં નોંધી કરાવેલી કોઈપણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનાં હાલનાં મકાન માલિક પાસેથી કોઈ નવો સભ્ય મકાન, ફ્લેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે. તે સમયે હાઉસિગ સોસાયટી વહીવટ પેટે રકમ લે છે. તેને ટ્રાન્સફર ફી ની રકમ ગણવામાં આવે છે. ત્યારે આ ફી ની રકમ ચૂકવીને મકાન કે ફ્લટે ખરીદરનાર નવો સભ્ય વિધિવત રીતે તે સોસાયટીનો સભાસદ બની જાય છે. તેમજ સોસાયટી તરફથી મળતી તમામ સેવાઓનો લાભ લઈ શકે છે.
વધુ વાંચોઃ રેઈનકોટ અને છત્રી તૈયાર રાખજો, અનેક જીલ્લામાં હવામાન વિભાગની વરસાદની આગાહી
ટ્રાન્સફર ફી ની રકમ 1991 માં નક્કી કરાઈ
રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફી ની રકમ 1991 માં નક્કી કરી હતી. જે બાદ આજદિન સુધી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2016 નાં વર્ષમાં પણ એ જ ફી ની રકમ નક્કી રાખવામાં આવી હતી. જે બાદ 33 વર્ષ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ-1961 માં કેટલીક કલમોમાં સુધારા કરીને ટ્રાન્સફર ફી ને વધુ તર્ક સંગત બનાવશે. સરકારે નિયમોમાં જે સુધારો કર્યો છે તેને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. અને સરકાર ગેઝેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે. જેનાં કારણે રાજ્ય સરકારને નવા નિયમો બનાવીને ટ્રાન્સફર ફી માં સુધારા-વધારા કરવાની સત્તા આપોઆપ મળી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.