The Gujarat government collected the amount equal to one year ticket of SOU only with a fine of mask
રેકોર્ડ /
ગુજરાત સરકારે SOUની એક વર્ષની ટિકિટ જેટલી રકમ માત્ર માસ્કના દંડથી ઉઘરાવી, આંકડો કરોડોમાં
Team VTV01:57 PM, 26 Dec 20
| Updated: 02:44 PM, 26 Dec 20
જ્યાં સુધી વેક્સિન નથી આવતી ત્યાં સુધી માસ્ક પહેરીને જ કોરોનાથી બચાવ કરી શકાય છે. આવામાં માસ્ક ન પહેરાનાર લોકો અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરવાવાળા લોકોનું ચલાણ કાપવામાં આવે છે.
ગુજરાત માસ્ક ન પહેરવા પર દંડ ભરવામાં આગળ
ગુજરાતમાં રિકવરી રેટ 90 ટકા છે
તાજમહાલની એન્ટ્રી ફિઝ કરતા પણ વધુ દંડની રકમ
માસ્ક માટે લગાવવામાં આવતા દંડમાં ગુજરાત એક એવુ રાજ્ય છે જેણે સૌથી વધારે દંડ ભર્યો છે. અત્યાર સુધી ગુજરાત સરકારે દંડરૂપે 115.8 કરોડ રૂપિયાની વસુલાત કરી છે.
જો આવી ઐતિહાસિક ઇમારતોની એન્ટ્રી ફીઝના આંકડામાં તુલના કરો તો એક વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહાલ જોવા આવતા પર્યટકો પાસેથી વસૂલવામાં આવતી ટીકીટના પૈસાથી પણ વધારે છે. ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના પર કરવામાં આવતી કાર્યવાહીના સંબંધમાં હતું.
સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનાર લોકો પાસેથી વસુલવામાં આવેલી રકમ 22 ડિસેમ્બર સુધી 115.8 કરોડ રૂપિયા છે. હાલમાં આપણે સૌ જાણીએ છીએ કે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જ ઉપાય છે.
ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાત હાઇકોર્ટમાં તે પણ કહ્યું હતું કે માસ્ક અને સોશ્યલ ડિસ્ટેન્સિંગને લઇને સરકાર દ્વારા કેટલાક લોક જાગૃતિના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે. સરકારી મેડિકલ કોલેજોમાં ભણી રહેલા 900 ડૉક્ટરો ગ્રામીણ એરિયામાં ઇલાજ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે કહ્યું કે, હાલ ગુજરાતમાં 11379 એક્ટિવ કોવિડ પેશન્ટ છે. જેમની સાથે ગુજરાતમાં કુલ 2,37,247 સંખ્યા પહોંચી ચુકી છે. ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 4248 લોકોના મૃત્યુ નિપજ્યા છે સાથે જ રિકવરી રેટ 90 ટકા છે. અમદાવાદમાં હાલ 8500 બેડ ખાલી છે જ્યારે ઘરે આઇસોલેટ થનારા લોકો માટે શરૂ કરવામાં આવેલા ધનવતંરી રથમાં રોજ 10000 લોકો કોરોનાની તપાસ કરાવે છે. જો તેમનો રિપોર્ટ પોઝીટીવ આવે તો તેમની યોગ્ય સારવાર પણ થાય છે.